• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જિલ્લામાં ફર્સ્ટક્લાસ સ્ટુડન્ટસની સંખ્યામાં 3365નો જબ્બર ઘટાડો

જિલ્લામાં ફર્સ્ટક્લાસ સ્ટુડન્ટસની સંખ્યામાં 3365નો જબ્બર ઘટાડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લાનું આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે જે ગત વર્ષની તુલનામાં 5.30 ટકા ઘટયું છે. તો સાથોસાથ પરીક્ષામાં બી2થી લઇને એ1 સુધીના ગ્રેડ મેળવનારા તેજસ્વી છાત્રોની સંખ્યામાં ઘટાડો થયો છે. એટલે કે 61 ટકાથી લઇને 100 ટકા તેજસ્વી ટકાવારી મેળવી પરીક્ષામાં ઉતિર્ણ થનારા તારલાઓની સંખ્યામાં પણ 3365 વિદ્યાર્થીઓનો જબ્બર ઘટાડો નોંધાયો છે.

ગત વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જિલ્લામાં કુલ 6794 વિદ્યાર્થીઓએ 61 ટકાથી વધુ ટકાવારી મેળવી હતી તેની તુલનામાં વર્ષે 3429 વિદ્યાર્થીઓએ 61 ટકાથી વધુ ટકાવારી મેળવી પાસ થયા છે. આમ વર્ષે તેજસ્વી તારલાઓની સંખ્યામાં 3365નો જબ્બર ઘટાડો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં સાયન્સમાં પણ તેજસ્વી ટકાવારી સાથે ઉતિર્ણ વિદ્યાર્થીઓની સંખ્યા વખતે ઘટી હતી તો સામાન્ય પ્રવાહમાં તો 61 ટકાથી વધુ ગુણાંક મેળવી પાસ થયેલા વિદ્યાર્થીઓ એટલે કે બી2થી એ1 સુધીના તમામ ગ્રેડમાં ભાવનગર જિલ્લામાં તેજસ્વી તારલાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમાં પણ બી2 એટલે કે 61 ટકાથી 70 ટકા વચ્ચેના વિદ્યાર્થીઓમાં તો 2,116નો નોંધપાત્ર ઘટાડો થતા વખતે પાસ ક્લાસ અને દ્વિતીય વર્ગવાળા પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

ગ્રેડ પ્રમાણે વધઘટ

ગ્રેડ20142015વધઘટ

એ111 10 -1

એ2 440 312 -128

બી1 2186 1066 -1120

બી2 4157 2041 -2116

કુલ6794 3429 -3365

અન્ય સમાચારો પણ છે...