• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ટોપર્સના મતે ધોરણ 12 સા.પ્ર.માં વિષયો ઘટાડો તો રિઝલ્ટ સુધરે

ટોપર્સના મતે ધોરણ 12 સા.પ્ર.માં વિષયો ઘટાડો તો રિઝલ્ટ સુધરે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 30 મે

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ છે ઉપરાંત અને બી ગ્રુપ પણ પાડી દેવાતા વિષયોનું ભારણ પણ સાવ ઘટી જાય છે તેની તુલનામાં સામાન્ય પ્રવાહમાં ચાર-પાંચ નહીં પણ સાત-સાત વિષયની પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવાય છે જે એક અન્યાય ગણી શકાય અને તે દુર કરવા હવે શિક્ષણ વિભાગે સામાન્ય પ્રવાહમાં સુધારણા કરવાની જરૂર છે તેમ આજે ભાવનગર જિલ્લાના એ1 મેળવેલા ટોપર્સે એક અવાજે માંગ કરી હતી.

આજે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થતા સમગ્ર બોર્ડનું પરિણામ 54.98 ટકા આવ્યુ છે જે સાયન્સના પરિણામ 86.10 ટકા કરતા 31.12 ટકા જેવું ઓછું ગણાય અને આવી મોટી ખાઇ બન્ને પ્રવાહના પરિણામ વચ્ચે રહેશે તો ભવિષ્યમાં ઠોઠ વિદ્યાર્થી પણ સાયન્સ રાખતા થઇ જશે જે આખરે શિક્ષણ માટે તો ખરાબ પરિણામ લાવશે. આજે તો વિદ્યાર્થીઓ એવુ કહેતા સંભળાયા કે સામાન્ય પ્રવાહમાં પાસ થવું અઘરૂ છે તો વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થવું અઘરૂ છે.

સમયને પારખી શિક્ષણ વિભાગે હવે સામાન્ય પ્રવાહમાં શિક્ષણ પદ્ધતિ સુધારવી જરૂરી છે.વિષયોનું ભારણ ઘટાડવું મુખ્ય છે. તો અભ્યાસક્રમમાં બદલાવ, વર્ણનાત્મક પ્રશ્નોનું ભારણ ઘટાડવું વિ. પ્રશ્નો અંગે નિષ્ણાત શિક્ષણવિદોએ આગળ આવવું આવશ્યક છે. અન્યથા સામાન્ય પ્રવાહ મૃત:પ્રાય હાલત તરફ આગળ ધકેલાશે તે હકીકત નકારી શકાય તેમ નથી.

ગુજરાત બોર્ડની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે અન્ય ધોરણ કે પ્રવાહમાં વૈકલ્પિક પ્રશ્નો જે ઓએમઆર સીટમાં જવાબ લખવાના હોય છે તે પૂછાય છે જ્યારે આવો લાભ સામાન્ય પ્રવાહના િવદ્યાર્થીને મળતો નથી અને તમામ જવાબો વર્ણનાત્મક શૈલીમાં લખવાના રહે છે.

અન્ય સમાચારો પણ છે...