• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં અંધજનોએ આંખોવાળાને પાછા પાડ્યા

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં અંધજનોએ આંખોવાળાને પાછા પાડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સા.પ્ર.નું પરિણામ જાહેર થયુ જેમાં ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું પરિણામ સતત ત્રીજા વર્ષે પણ 100 ટકા આવ્યુ છે. જેમાં 99.01 પર્સન્ટાઇલ રેન્ક(82.14 ટકા) સાથે ઢાપા સચિન વાઘજીભાઇ પ્રથમ સ્થાને રહ્યા છે.

ભાવનગરની અંધ શાળામાંથી કુલ 16 વિદ્યાર્થી‍ઓએ પરીક્ષા આપી હતી તેમાં 9 વિદ્યાર્થી‍ઓ ડિસ્ટીંકશન સાથે અને 7 વિદ્યાર્થી‍ઓ પ્રથમ વર્ગમાં ઉતિર્ણ થયા છે. સમગ્ર ગુજરાતમાં 1083 નેત્રહિ‌ન પરીક્ષાર્થી‍ઓ હતા તેમાં 490 પાસ થયા છે. જ્યારે ભાવનગરની અંધ શાળા જેને તાજેતરમાં જિલ્લાની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી તેની પસંદગી તેણે 100 ટકા રિઝલ્ટથી યથાર્થ સાબિત કરી દેખાડી છે. કારણ કે ભાવનગરમાં કે સામાન્ય ઉમેદવારોનું પરિણામ 58.26 ટકા આવ્યું છે જ્યારે પ્રજ્ઞાચક્ષુ અને લહિ‌યાની મદદથી પરીક્ષા આપતા હોવા છતાં 100 ટકા પરિણામ લાવી અંધજનોએ આંખોવાળા કરતા સારૂ પરિણામ મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...