તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના બાંધકામ ઉદ્યોગને લાગ્યું મંજૂરીનંુ ગ્રહણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| ભાવનગર |21 જુલાઇ

મ્યુ.કોર્પોરેશન બાંધકામ પ્લાનની મંજુરી માટે ઓટો ડીસીઆર સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તેમાં ખૂદ તંત્ર વાહકો પણ ગોથા ખાઇ રહ્યા છે. ઓનલાઇન સુવિધાના નામે તંત્રએ જે ઝડપથી કામ કરવંુ જોઇએ તેના કરતા ધીમી ગતિએ કામ થઇ રહ્યંુ છે. પરિણામે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઇજનેરોમાં ભારે રોષની લાગણી જન્મી છે. રાજ્યમાં કયાય આવી હેરાનગતી નથી, માત્ર ભાવનગરમાં મુશ્કેલીનો ભોગ ઇજનેરો બની રહ્યા છે.

ભાવનગરમાં બાંધકામ ક્ષેત્રને છેલ્લા મહિનાથી AUTO DCRનંુ ગ્રહણ લાગ્યંુ હોય તેમ કોઇ પ્લાન મંજુરીની ફાઇલો આગળ વધતી નથી. સિસ્ટમમાં ઢગલાબંધ ક્ષતિઓના લીધે ઇજનેરોને પ્લાન મંજુરીમાં નેવા પાણી મોભે ચડાવવા પડે તેવી સ્થિતિ જન્મી છે. ખુદ તંત્ર વાહકો ગોથા ખાઇ રહ્યા છે. પરીણામે વિકાસમાં સીધો અવરોધ ઉભો થયો છે.

મ્યુ. કોર્પોરેશનમાં AUTO DCR સુવિધા શરૂ કરાઇ છે, પરંતુ સુવિધામાં એજન્સીને લાખો રૂપિયા ચૂકવીને પણ ગુલામી કરવી પડે તેવો ઘાટ ઘડાયો છે. પ્લાન મંજુર માટેની રજૂ થતી ફાઇલોમાં માંડ 60 ટકા ફાઇલોને ન્યાય મળી રહ્યો છે.

હાલમાં અા સિસ્ટમમાંથી પસાર થવામાં ઇજનેરોને નાકે દમ અાવી જાય છે. સિસ્ટમમાં એન્ટર થવા માટે પણ માત્ર બે કર્મચારીઓને રાઇટ્સ અપાયા છે, કમ્પ્યૂટરમાં પણ ખોટકા હોવાથી કાયમી હેરાનગતિ રહે છે, બાંધકામ ક્ષેત્રના ઇજનેરો રોજે રોજ કોર્પોરેશનના ધક્કા ખાતા જોવા મળે છે. જે ફાઇલ મુકાઇ તેમાં પણ મંજુર થવામાં સંષોત નથી આથી વહેલી તકે કોર્પોરેશને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠી રહી છે.

અટપટી અને થોકબંધ ક્ષતિઓના લીધે ખુદ કોર્પોરેશનના તંત્ર વાહકો પણ ગોથા ખાય છે : ઇજનેરોમાં ભારે રોષ

હેરાનગતિ | AUTO DCRથી વધી લમણાજીક, મહિનાઓથી મુશ્કેલીઓનંુ કોઇ ઠોસ પરિણામ લવાતંુ નથી

ઉકેલ માંગતી રહી કેટલીક ક્ષતિઓ...

>મંજૂરીમાં મહિનાઓ વીતી જાય છે. ડ્રોઇંગનો ચાર ગણો સમય વ્યય થાય છે. પ્લાન્ટ પ્રિન્ટમાં પણ A-3ના બદલે A-0 પેપર સાઇઝ પ્રિન્ટ થતા દસ ગણો ખર્ચ વધે છે.

> ટેકનોલોજીથી ઝડપના બદલે સિસ્ટમ ઝટીલ અને મોંઘી પુરવાર થઇ છે. અસંખ્ય ભુલ ભરેલો સોફ્ટવેરમાં પીડીએફ ઓટો થતી નથી, પણ મેન્યુઅલ કરવી પડે છે.

> ટેકનીકલ સ્ટાફના કોન્સોલ રદ કરવા કે નવાને આપવામાં મહિના જેટલો સમય વીતી જાય છે. જેમાં વગર કામે સ્ટાફને પગાર ચૂકવાય છે.

> સાઇટના ફોટા જોડવા છતા દરેક ટેબલના અધિકારીઓ દ્વારા સાઇટ વિઝીટનો આગ્રહ રાખે છે, જેના બહાને ફાઇલનો નિકાલ કરાતો નથી. વારંવાર જે ફાઇલ રિજેક્ટ થાય છે તે ફાઇલ સોફ્ટવેર કંપનીના કર્મચારીઓ નિકાલ થઇ જાય છે. હાલમાં ટાઉન ડેવલપમેન્ટમાં મંજુરી નહીંવત મળે છે.

> Pre-DCRની ફાઇલ AUTO DCRમાં રીજેકટ થાય છે. આવી ફાઇલો કેવી રીતે નિકાલ થઇ શકે તે માટે કંપનીના માણસો કોર્પોરેશનમાં બેસાડવા માંગણી કરાઇ છે.

> નાના સ્કિમમાં ફરજિયાત લીફ્ટ માટે 6ા બાય 6ાની સાઇજ મુકવામાં આવે તો પ્લાન મંજુર થવાથી નાના સ્કિમમાં મુશ્કેલી, લીફ્ટના કારણે વધુ બાંધકામ કરવામાં અડચણો ઉભી થઇ રહી છે.

AUTO DCR માં મંજૂર થયેલી ફાઇલો (21/7 સુધી)

વિભાગફાઇલ રજૂ રિફરબેક પ્રગતિમાં મંજુર કુલ

ટાઉનપ્લાનિંગ 321 39 42 240 321

ટાઉન ડેવલપમેન્ટ 430 95 145 190 430

કુલ સ્થિતિ........ 751 134 187 430 751

ફાઇલોના નિકાલમાં ગતિ આવી રહી છે

^ઓટોડીસીઅારમાં ક્ષતિઓ ધ્યાન ઉપર આવતી જાય છે, તેના સુધારા કરતા જઇએ છીએ. હાલમાં બાંધકામની ફાઇલોની મંજુરીની સંખ્યા વધી છે. બારામાં વારંવાર સંબધિતો ટેકનીકલ સ્ટાફ, કંપનીના નિષ્ણાંત સાથે બેઠક બોલાવીને ક્ષતિ નિવારણ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. > જે.એ.રાણા, નાયબકમિશનર (જનરલ), મ્યુ. કોર્પો.

મેન્યુઅલ કરતા મુશ્કેલીઓ વધી

^અનેક ક્ષતિઓ છે. મેન્યુઅલમાં લીફ્ટની જગ્યા સ્કિમ મુજબ સ્વિકારાતી હવે ફરજિયાત 6ાx 6ા ની જગ્યા હોય તો સોફ્ટવેર સ્વિકારે છે. પહેલા લેઆઉટ મંજુરી, બિલ્ડિંગ સહિતના ટેબલો હતા, હવે પેપર વર્ક વધ્યું છે. જે ખર્ચાળ અને મુશ્કેલીભર્યંુ છે. સમસ્યાઓ નિવારવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. > ઉમેશભાઇભટ્ટ, પ્રમુખ,પીએટા,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો