તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમામ મિલકતો, સવલતોના ઝીણવટભર્યા સર્વેનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |21 જુલાઇ

ભાવનગરશહેરમાં તમામ મિલકતો તેમજ સવલતોની ઝીણવટભર્યો સર્વે કરાશે. કોર્પોરેશન દ્વારા G.I.S. સિસ્ટમ લાગુ પાડવા ખાનગી એજન્સીને કામ સોપવામાં આવ્યંુ છે, જેમાં સર્વેયરો વિવિધ માહિતી, માપણી, ફોટોગ્રાફી, તેમજ જરૂરી રેકર્ડ એકત્ર કરવામાં આવશે, કામગીરી અેક વર્ષ ચાલંુ રહેશે.

શહેરમાં G.I.S. મેપીંગ કરાશે. ભાવનગર મ્યુ. કોર્પોરેશને કામ અમદાવાદની નેસેન્ટ ઇન્ફો ટેકનોલોજીસ પ્રા. લી. નામની એજન્સીને કામ સોપ્યંુ છે. જેમાં રસ્તા, ગલ્લીઓ, ફુટપાથ, ઇલેકટ્રીક પોલ, સ્ટ્રીટલાઇટ પોલ, વૃક્ષો, મેનહોલ, તેમજ પાણી, ગટર સહિતની લાઇનો, ઉપરાંત મિલકતો, ઇમારતો, ખુલ્લા પ્લોટો વિગેેરેનો ઝીટવટભર્યો સર્વે હાથ ધરવામાં આવનાર છે.

ખાનગી કંપનીના સર્વેયરો દ્વારા તમામ પ્રકારની માહિતી એકત્ર કરશે. જેઓને ભાવનગર કોર્પોરેશન ચોક્કસ પ્રકારના આઇકાર્ડ પણ આપશે. જેથી કોઇ અન્ય વ્યક્તિ લોકોની સાથે છેંતરપિંડી કરી શકે. અથવા તો ગેરલાભ ઉઠાવી શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષમાં સર્વે કામ પૂર્ણ થશે. જેમાં તમામ પ્રકારના ડેટા ઉપલબ્ધ થશે. નગરજનોએ પણ સહકાર અાપવા તંત્રએ અનુરોધ કર્યો છે. સર્વે બાદ કોઇ પણ માહિતી કે મિલકતો છુપાવી શકાશે નહીં.

ભાવનગર શહેરમાં વર્ષભર ચાલશે સર્વે

અમદાવાદની ખાનગી કંપનીના સર્વેયરો માપણી, ફોટોગ્રાફી કરીને રેકર્ડ એકત્ર કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો