તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • દર્દીઓનંુ દર્દ તંત્રના કાને સંભળાયંુ દવાખાના માટે બીજી જગ્યા ફાળવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીઓનંુ દર્દ તંત્રના કાને સંભળાયંુ દવાખાના માટે બીજી જગ્યા ફાળવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર | 21 જુલાઇ

કુંભારવાડાઆરોગ્ય કેન્દ્રની દયનિય હાલતથી દર્દીઓ સાજા થવાના બદલે બિમાર પડીને જતા હોવાના અહેવાલના પગલે મ્યુ. કમિશનર મનોજ કોઠારીએ ઓર્ડર કરીને તાત્કાલિક ધોરણે નજીકના સ્થળે મીલની જગ્યામાં દવાખાનાની બેઠક વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે.

શહેરના કંુભારવાડામાં વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની હાલત નાદુંરસ્ત છે. વરસાદના લીધે ભુર્ગભમાંથી પાણીના ફંુવારા વછુટે છે, છતમાંથી પોપડા પડે છે દર્દીઓ અહીં નિદાન કરવા આવે ત્યારે આરોગ્ય તંત્રની દયનિય હાલત જોઇને હેબતાઇ જાય છે. થોડા સમય પહેલા વરસાદી નીરથી દવા, સાહિત્ય તથા કમ્પ્યૂટર સહિતની સામગ્રી પલળી જતા દોડધામ મચી ગઇ હતી. નીચે દવાનો જથ્થો પાણીની લથપથ થઇ ગયો હતો, કમ્પ્યૂટરમાં પાણી ઘુસી ગયંુ હતંુ. ઘટનાની જાણ થતા કોર્પોરેટર રહીમભાઇ કુરેશી સહિતના આરોગ્ય કેન્દ્રએ દોડી જઇને તંત્રને સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યું હતંુ. પરંતુ ત્યા સુધીમાં અહીં ઘણંુ નુકસાન થઇ ગયંુ હતંુ.

અંગે મેડીકલ ઓફિસર આર. કે. સિન્હાએ જણાવ્યંુ હતંુ કે, ટંૂક સમયમાં અહીંથી દવાખાનંુ સ્થળાંતર કરીને મીલની જગ્યામાં બંધ મકાનમાં લઇ જવાશે. જ્યા સાફ સફાઇ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.

સંબંધિત ખાતા તાકિદે સવલતો ઉભી કરે...

મ્યુ.કમિશનર કોઠારીએ તમામ વિભાગોને પણ આદેશ કરીને પાણી, સફાઇ, ડ્રેેનેજ સહિતની માળખાકિય સવલતો કાર્યરત કરવા તાકિદ કરી છે. હાલમાં મિલકત બંધ હાલતમાં છે, જેને ઉપયોગમાં લેવાથી દવાખાનાનંુ કામ થશે, ભાડા ભરવામાંથી બચત થશે. સ્થળ પર સાફ સફાઇ કરીને વહેલી તકે દવાખાનંુ ત્યા ખસેડવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

કંુભારવાડામાં જર્જરિત આરોગ્ય કેન્દ્રને મિલની જગ્યામાં રૂમો ફાળવાઇ

રાહત | ચોમાસામાં જમીન નીચેથી પાણીના થતા ફુવારા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો