તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીના ભરાયેલા ખાડાઓએ ખોલી તંત્રની પોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર|18 જૂલાઇ

પ્રથમવરસાદે શહેરમાં ઠેર ઠેર પાણી ભરવાની લોકો પર જે વીતી હતી, તે ચોમાસાના ચારેય મહિના રહેશે. પ્રિમોન્સ કામગીરી થાય કે થાય તેની કોઇ અસર પડતી નથી, કેમ કે ડસ્ટબિન ફ્રિ સિટી જાહેર કર્યા બાદ રોડ પર કચરો ફેંકાઇ રહ્યો છે જે સિધો ડ્રેનેજમાં જાય છે. ચોમાસાના ચારેય મહિના ડ્રેનેજ કચરાથી ભરાયેલી રહેશે. જેના લીધે ભારે વરસાદમાં શહેરમા પાણી ભરાવાની સ્થિતિથી લોકોએ ટેવાઇ જવંુ પડશે તેવી પરિસ્થિતિ કોર્પોરેશનના વિવિધ વિભાગોના સંકલનના અભાવે સર્જાઇ છે. સફાઇ કામદારો પણ પોતાની કામગીરીમાં બેદરકાર છે. કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરાઇ હતી, પરંતુ અા કામગીરી પાણીમાં તળાઇ ગઇ હતી, હાલમાં અનેક નદી નાળા, કેનાલ, વોકળામાં કચરાના ગંજ ખડકાયેલા છે.

ચારેય મહિના તંત્ર પાણીના વહેણમાંથી કચરો સાફ કરે તો પણ તેનો ઉકેલ આવી જાય તેવી તે વાતમાં કોઇ માલ નથી.

કોર્પોરેશન દ્વારા વર્ષથી બિન ફ્રિ સિટી કરાયંુ છે જેની સામે સમયસર કચરાનો ઉપાડ થતો નથી, પરિણામે લોકો કચરો રોડ ઉપર ફેંકે છે જે કચરો સિધો પાણીના વહેણમાં જતા અનેક વિસ્તારોમાં હવે જળબંબાકાર થશે તેવી સ્થિતિનંુ નિર્માણ થઇ રહ્યંુ છે.

સફાઇ કરવા છતાં વોકળા ભરાઇ ગયા

^દરવર્ષે પાણીના નિકાલ માટેના વોકળા, કેનાલ, નાળાની સફાઇ કરવામાં આવે છે, જે વર્ષે પણ નિયત સ્થળોની સફાઇ ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી સાથે કરાઇ છે, પરંતુ એક વખત સફાઇ કરાયા બાદ ફરી બીજા વરસાદમાં એની સ્થિતિ સર્જાશે, કેમ કે, લોકો કચરો ફેંકે તે ડ્રેનેજની લાઇનમાં અવરોધરૂપ બને છે. >વી.એન.પંડિત,કાર્યપાલકઇજનેર, ડ્રેનેજ, મ્યુ. કોર્પોરેશન

પ્રિમોન્સુન કામગીરીમાં ધાંધિયા : સ્ટ્રોમ વોટર લાઇન સાફ નહીં થઇ હોવાથી પાણીનો નિકાલ થતો નથી

કાગળ પર કામગીરી | સોલિડ વેસ્ટ, રોડ, ડ્રેનેજ સહિતના વિભાગની બેદરકારીથી લોકોને પડતી હાડમારી

કયા કારણોથી પાણી ભરાશે?

>અનેક વિસ્તારો એવા છે કે, જ્યા રોડનંુ કોઇ લેવલ નથી, જેવા કે ક.પરા, કંુભારવાડા, બોરડી ગેટ જેવા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી રહે છે.

> સોલીડ વેસ્ટ, રોડ વિભાગ અને ડ્રેનેજ વિભાગના સંકલનના અભાવે અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. જે પૈકીની એક વરસાદી પાણીના ભરાવાની પણ છે.

> શહેરને બિન ફ્રિ કરાયા બાદ સમયસર કચરો ઉપાડાતો નથી, જે કચરો સિધો વોકળામાં જાય છે, જેથી પાણીમાં અવરોધ ઉભો થાય છે.

> જે વિસ્તારોમાં કેનાલ પસાર થાય છે જ્યા ખૂદ લોકો કચરો ફેંકે છે.

> અનેક વિસ્તારોમાં રોડ પર આડેધડ બમ્પ બનાવાયેલા છે જેના લીધે પાણીનો ભરાવો થઇ રહ્યો છે.

> સુભાષનગર બ્રિજના બંને છેડે કચરો જમા થાય છે. શિવાજી સર્કલથી ચૌદનાળાની કેનાલમાં કચરો ફેંકાય છે, ગઢેચી વડલા, શાસ્ત્રીનગર પાછળ સિંહા કોલોનીમાં કચરો વોકળામાં ફેંકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો