• Gujarati News
  • વરસાદને લીધે તપસ્વીના પારણા આજે કૃષ્ણનગર ઉપાશ્રયમાં

વરસાદને લીધે તપસ્વીના પારણા આજે કૃષ્ણનગર ઉપાશ્રયમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજીયસ રિપોર્ટર. ભાવનગર. 18 સપ્ટેમ્બર

ભાવનગરમાંચાતુર્માસ દરમિયાન પરમ પૂજય આચાર્ય ભગવંતોની શુભ નીશ્રામાં 500 જેટલા સિધ્ધીતપની ઉગ્ર આરાધના થઇ છે. જે તમામ તપસ્વીઓનાં સામૂદાયીક પારણા શહેરનાં વિરભદ્ર અખાડામાં યોજવામાં આવેલ પરંતુ છેલ્લી ઘડીએ વરસાદ પડતાં હવે પછી સમૂહ પારણાનું સ્થળ કૃષ્ણનગર ઉપાશ્રય રાખવામાં આવેલ છે.જેની સર્વે તપસ્વીઓ અને મહેમાનો તથા સકળસંધે નોંધ લેવી.

ભાવ. શ્વે.મૂ.પૂ.તપાસંઘમાં ચાતુર્માસ બીરાજમાન પ.પૂ.આ.ભ. વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.વીજય પ્રબોધચંદ્ર સૂરીસ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.વિજય પ્રદયુમનસૂરીશ્વરજી મ.સા.,પ.પૂ.આ.ભ.રાજહંસસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરૂ ભગવંતોની નિશ્રામાં અનેકવિધ તપસ્યા�ઓ થઇ છે.જેમાં સીધ્ધીતપની 45 દિવસની 500થી વધુ તપસ્યા થઇ છે.જેમા 10 વર્ષના બાળકોથી 80 વર્ષ સુધીની ઉંમરના તપસ્વી�ઓનો સમાવેશ થાય છે.

તપસ્વી�ઓના પારણા માટે મુંબઇ,અમદાવાદ,સુરત,વડોદરા સહીત વિવિધ સ્થળોથી મોટી સંખ્યામાં મહેમાનો પધારનાર છે.આ સિધ્ધિતપના તપસ્વી�ઓના સામૂદાયીક પારણાનું સ્થળ અગાઉ વિરભદ્ર અખાડો નકકી કરવામાં આવ્યો હતો.પરંતુ છેલ્લી ઘડીએ વરસાદ વરસતા હવે પછી 500 સિધ્ધીતપના સમૂહ પારણા શહેરના કૃષ્ણનગર ઉપાશ્રય ખાતે ઉપર અને નીચે એમ બન્ને હોલમાં તા.19 ને શનિવારે સવારે 9-00 કલાકે યોજાશે.તેમજ નવકારશી શીવશકિત હોલ ખાતે સવારે 7-30 કલાકથી શરૂ થઇ જશે. તમામ તપસ્વી�ઓએ પાસ સાથે સવારે 7-30 કલાકે પ્રવેશ મેળવી લેવાનો રહેશે.તપસ્વી સાથે ફક્ત બે વ્યકિતને પ્રવેશ મળશે.તપસ્વી�ઓને પારણા કરાવવાનો સમય સવારે 9-00 વાગ્યાથી શરુ થશે.જયારે કે દાદાસાહેબ ખાતે શનીવારે યોજાયેલ સંઘ સ્વામી વાત્સલ્યનું સ્થળ યથાવત રહેશે.જેનો સમય સવારે 11થી 3 નો રહેશે.

ધર્મલાભ | િવરભદ્ર અખાડાની બદલે પારણાનું સ્થળ બદલાવાયું : સવારે 9 વાગ્યાથી પારણા શરૂ થશે

નવકારશી શિવશક્તિ હોલમાં તેમજ બપોરે દાદાસાહેબમાં સંઘ સ્વામિ વાત્સલ્ય