• Gujarati News
  • વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રસ્ત વધુ એક યુવાને ઝેર પીધું

વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રસ્ત વધુ એક યુવાને ઝેર પીધું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર.ભાવનગર. 30 જુલાઈ

શહેરનાંગઢેચી વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકે લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈ જાહેરમાં ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોિસ્પટલમાં ખસેડાયો હતો. અંગે ભોગગ્રસ્તે 4 શખ્સો સામે સી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે.

શહેરનાં ગઢેચી વડલા િવસ્તારમાં સ્ટેટ બેન્ક સામે રહેતા પરવેઝભાઈ યાસીનભાઈ બીલખીયાએ શહેરનાં જશોનાથચોક િવસ્તારમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને 108 દ્વારા તાત્કાલિક સર ટી. હોિસ્પટલમાં ખસેડાયા હતા. અંગે સી. ડીવીઝન પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.એમ. સોલંકીએ પરવેઝભાઈની પૂછતાછ હાથ ધરી હતી. પી.એસ.આઈ. સોલંકીએ જણાવ્યું હતું કે પરવેઝભાઈ રીક્ષા ચલાવે છે અને તેમણે આર્થિક સંકડામણથી હરેશ અજમણ મેર, રઘુભા, ચિરાગ ઉર્ફે તીખા બારોટ અને ક્રિપાલસિંહ નામનાં વ્યક્તિઓ પાસેથી રૂા.70 અને 20 એમ કુલ 90 હજાર રૂિપયા ઉછીનાં લીધા હતા. ઉછીનાં લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને તેઓએ પગલું ભર્યાનું પરવેઝભાઈએ પોલીસને જણાવ્યંુ છે.

જાહેરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ