• Gujarati News
  • પાટીદાર અનામત અંગેની બેઠક યોજાઈ

પાટીદાર અનામત અંગેની બેઠક યોજાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારસમાજને સરકારી નોકરીમાં અનામતની માંગ સાથે મંડાણનાં થયેલા આંદોલનની ચળવળ ભાવનગર સુધી પહોંચી છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભાવનગરમાં રેલી, સંમેલન સહિતનાં કાર્યક્રમો યોજવા પાટીદાર સમાજનાં આગેવાનોએ મક્કમતા દર્શાવી છે.

ભાવનગરમાં સરદાર પટેલ ગૃપ માટે સક્રિય હતું. તેવામાં અન્ય કેટલાંક આગેવાનોએ પણ વ્યક્તિગતધોરણે આંદોલનમાં સક્રિય જોડાતા ભાવનગરમાં અનામતની માંગ માટેની ચળવળ વધુ ઉગ્ર બની છે.

ભાવનગર િજલ્લાના પાટીદાર સમાજનાં કેટલાંક આગેવાનોમાં ડો.મનસુખભાઈ કાનાણી આંદોલનમાં ખુલીને સાથે આવ્યા છે ઉપરાંત અન્ય કેટલાંક ડોકટરો અને આગેવાનો પણ જોડાયા છે.

આજે સાંજે શહેરના વડવા િવસ્તારમાં આવેલી લેઉઆ પટેલ જ્ઞાિતની વાડીમાં યોજાયેલ બેઠકમાં સરદાર પટેલ ગ્રુપને ખુલ્લો ટેકો જાહેર કરાયો હતો.

આજની બેઠકમાં એલઆઈબીના રિપોર્ટ મુજબ 400 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી િદવસોમાં ભાવનગર શહેરમાંથી શરૂ થયેલ અનામત અંગેનું આંદોલન િજલ્લામાં પ્રસરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અને શહેર અને િજલ્લાભરમાં પણ રેલી, સંમેલન સહિતના અનેક આયોજનો કરવા માટે આગામી િદવસોમાં વ્યૂહ રચના પણ નક્કી કરાશે.

આજની બેઠકની ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ આગેવાની લીધી હતી.

આગામી િદવસોમાં આંદોલનની ચળવળ િજલ્લાભરમાં પ્રસરે તેવી શકયતા છે