• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મુખ્યમંત્રીના ચાર કલાક લાઇવ ટેલિકાસ્ટનો ખર્ચ 1.15 લાખ

મુખ્યમંત્રીના ચાર કલાક લાઇવ ટેલિકાસ્ટનો ખર્ચ 1.15 લાખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા. રિપોર્ટર, ભાવનગર. 30 જુલાઇ

મુખ્યમંત્રીઆનંદીબેન પટેલ જુન મહિનામાં ભાવનગર ખાતે શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા, તે સમયે તેના કાર્યક્રમનંુ લાઇવ ટેલીકાસ્ટ કરવાનો ખર્ચ કોર્પોેરેશનને રૂપિયા 1.15 લાખમાં પડ્યો હતો.

ભાવનગર ખાતે જૂન માસના પ્રારંભમાં શહેરની આનંદનગર અને શાસ્ત્રીનગર ખાતેની કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મંત્રી આવતા હોવાથી તે કાર્યક્રમને લાઇવ ટેલીકાસ્ટ કરવા અને વિડિયો ગ્રાફી કરવા કોર્પોરેશને મોર્ડન ડીજીટલ સ્ટૂડિયોને કોન્ટ્રાકટર અાપ્યો હતો. જોકે કોન્ટ્રાકટ તાકિદના ધોરણે આપવાની ફરજ પડી હતી, એટલે કોર્પોરેશનને કોન્ટ્રાકટર ગત વર્ષના ભાવના આધારે કોન્ટ્રાકટર મોર્ડન ડીજીટલ સ્ટૂડિયોને આપી દીધો હોવાનંુ સૂત્રોએ જણાવ્યંુ હતંુ.

બે કાર્યક્રમનંુ લાઇવ ટેલીકાસ્ટ અને વિડિયોગ્રાફી કોર્પોરેશનને રૂપિયા 1.15 લાખમાં પડી હતી, ઉપરાંતના અન્ય ખર્ચાઓ જુદાં.

પ્રવેશોત્સવ દરમિયાન વિડિયોગ્રાફી સહિતનો મ્યુ. કોર્પોરેશને કરેલો ખર્ચ

ભાવનગરમાં બે જગ્યાએ યોજાયેલો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...