• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 200થી વધુ મ્યુ.પ્રાથમિક શિક્ષકોને પગાર બાબતે થતો ગંભીર અન્યાય

200થી વધુ મ્યુ.પ્રાથમિક શિક્ષકોને પગાર બાબતે થતો ગંભીર અન્યાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં મ્યુ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આમ તો ઘણા લાંબા સમયથી વહીવટી ગોટાળાઓ થતા રહે છે અને શિક્ષકોના અનેક પ્રાણપ્રશ્નો વર્ષ થયા છતાં અણઉકેલ છે. તેમાં પણ છેલ્લા એકાદ દશકાથી શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોની સ્થિતિ વધુ કફોડી થઇ છે. તેઓને મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આજ સુધી મળ્યો નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષ-1998માં દાખલ થયેલા વિદ્યાસહાયકોને વર્ષ 2000માં ક્રમાનુસાર નિયમિત પગારધોરણનો લાભ આપવામાં આવ્યો હતો લાભ મળ્યાના 9 વર્ષ થયા બાદ ઇ.સ.2009માં જે તે વિદ્યાસહાયકોને નોકરીના નવ વર્ષ પૂર્ણ થતા હોય તેઓને ક્રમાનુસાર પ્રથમ ઉચ્ચત્તર પગારધોરણ મળવાપાત્ર થાય છે. આવા પ્રાથમિક શિક્ષકોની સંખ્યા 110 જેટલી થવા જાય છે. ઉપરાંત ઇ.સ.2002ની શિક્ષકોની ભરતીના 37 જેટલા વિદ્યાસહાયકોને પણ નિયમાનુસાર ઇ.સ.2013ના વર્ષમાં નોકરીના 9 વર્ષ પૂર્ણ થતા હોય ઉચ્ચ પગાર ધોરણ મળવાપાત્ર છે પણ આમ છતાં આજ દિન સુધી મળ્યું નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના જે પ્રાથમિક શિક્ષકોને ઇ.સ.1998માં દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળી ગયો છે તેમના નોકરીના 31 વર્ષ ઇ.સ.2009માં પૂર્ણ થઇ ગયા છે અને રીતે ઇ.સ.1982માં ભરતીના શિક્ષકોને પણ ઇ.સ.2013ના વર્ષમાં નોકરીના 31 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય શિક્ષકોને તૃતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર છે જે આજ સુધી મળ્યું નથી.

બેદરકારી| સીનિયર શિક્ષકોને તૃતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મળ્યું નથી

એક તરફ પ્રવેશોત્સવ આવશે પણ વાલી ફોર્મ નથી

^નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળા�ઓમાં આગામી જૂન માસમાં શાળા કક્ષાએ પ્રવેશોત્સવ શરૂ થશે પણ અમારી શાળા�ઓમાં વાલી ફોર્મ નથી વાલી ફોર્મ એટલે જેમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવે તેની વિગતો ભરવાની હોય છે ઉપરાંત હાજરી રજીસ્ટર પણ હોતા નથી. આથી સ્ટેશનરીનો પ્રશ્ન તાકીદે ઉકલે તો પ્રવેશોત્સવ સાચો સફળ રહેશે. > ઇશ્વરભાઇધાંધલ્યા, પ્રમુખ,મ્યુ.પ્રા.શિક્ષક સંઘ

પ્રથમ, દ્વિતીય અને તૃતિય પગાર ધોરણ મળ્યા નથી

નગરપ્રાથમિકશિક્ષક સમિતિમાં કુલ 200થી વધુ શિક્ષકો પ્રથમ, દ્વિતીય અને તૃતિય પગાર ધોરણના લાભથી વર્ષો થયા છતાં વંચિત છે. તેમાં 9 વર્ષથી લઇ 31 વર્ષથી વધુ વર્ષ નોકરીના થયા હોય તેવા શિક્ષકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...