તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મોળાકતના વ્રતધારી બાળાઓનું રાતે જાગરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગતઅષાઢ શુદ અગિયારશથી થી ભાવનગરસહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કુંવારીકા - બાળાઓ માટેનાં મોળાકત - ગૌરી વ્રતનો પ્રારંભ થયા બાદ હવે તા.19 જુલાઇને મંગળવારે વારે અષાઢ સુદ પુનમ, વ્રતના પાંચમા દિવસે કુમારીકાઓ રાત્રિના ૧૨ વાગ્યા સુધી જાગરણ કરીને વ્રતની સમાપ્તિ કરશે.

આજે અષાઢ સુદ પૂનમના પર્વે મોળાકતની વ્રતધારી કુમારિકા�ઓ મંગળવારની રાત્રે જાગરણ કરી વ્રતની ઉજવણી પૂર્ણ કરશે. મંગળવારે ગૌરીવ્રત જે મોળાકતના નામે ગોહિ‌લવાડમાં પ્રસિદ્ધ છે તેના છેલ્લા દિવસે કુવારીકાઓએ જાગરણ કરશે. શહેરમાં અનેક કુંવારીકાઓ સોસાયટી, ફ્લેટ, મહોલ્લા કે સર્કલમાં સમુહમાં રમતો રમી, ગીતો ગાઇને જાગરણ કરશે તો કેટલીક કુંવારીકાઅો પરિવાર સાથે ઘરે કેબલ ટીવીમાં હિ‌ન્દી અને ગુજરાતી ફિલ્મ જોઇને જાગરણ કરશે.

ઉપરાંત યુવતીઓ અને પરિણીતાઓ માટેના જયા પાર્વતી વ્રતનો ગત અષાઢ સુદ તેરશથી આરંભ થયો છે અને પાંચ દિવસીય વ્રતનું જાગરણ હવે બે દિવસ પછી 21 જુલાઇને ગુરૂવારે અષાઢ વદ બીજે આવશે. વ્રતના પારણાં કરતા સમયે બ્રાહ્મણ દંપતિને જમાડીને સ્ત્રી શણગારની ભેટ આપવી જોઇએ. જયાપાર્વતી વ્રત કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે અને અખંડ સૌભાગ્ય રહે છે.

પાંચ દિવસના વ્રતનું આજે સમાપન

આજે રાત્રે 12 વાગ્યા સુધી બગીચા, સર્કલો અને સોસાયટી કોમન પ્લોટ ભરાયેલા રહેશેે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો