Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
50 લાખના મામલે ભૂપત આહિરે જયંતી તારપરનું અપહરણ કર્યું હતું
મોટાવરાછાના અપહ્યત બીલ્ડરનો રૂ.50 લાખની ખંડણી ચુકવ્યા બાદ છુટકારો થયો હતો. જોકે બીલ્ડરનો હેમખેમ છુટકારો થયા બાદ ગણતરીના કલાકોમાં ક્રાઈમબ્રાંચે અપહરણમાં સંડોવાયેલા 6 અપહરણ કારોને ઝડપી પાડ્યા હતા. બીલ્ડરે અગાઉ અન્યનુ અપહરણ કરાવ્યુ હતુ જેના રૂપિયાની લેતી દેતીમાં માથાભારે ભુપત આહીરે બીલ્ડરનું અપહરણ કરાવ્યુ હોવાનુ બહાર આવ્યુ છે.
9 જુલાઈના રોજ મોટાવરાછામાં રહેતા બિલ્ડર જંયતિ તારપરાનુ અપહરણ થયુ હતુ. જયંતિભાઈના પુત્ર પર અપહરણકારોએ ફોન કરી ‘જેંતીભાઈને બચાવવા હોય તો 50 લાખ રૂપીયા લઈ નારી ચોકડી ભાવનગર ખાતે આવવાનું છે’ તેવુ જણાવ્યુ હતું. જેથી પોલીસે છટકુ રૂપીયા આપવાના બહાને આરોપીઓને ઝડપી પાડવા છટકુ ગોઠવ્યુ હતું. જોકે અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ અપહરણકારોને શંકા જતા તેમણે ખંડણીના રૂપીયા લેવાની ના પાડી દીધી હતી. જેથી સુરત પોલીસની ટીમ ભાવનગર અને અમરેલી જીલ્લામાં વર્કઆઉટમાં લાગી હતી. અપહરણકારોએ ફરીથી તેમના પરીવારનો સંપર્ક સાધતા પરીવારે પોલીસની જાણ બહાર રૂ.50 લાખ ખંડણી ચુકવી દીધા હતા અને ત્યાર બાદ જયંતિભાઈનો ગઈ તા.15મી છુટકારો થયો હતો. પોલીસે ગીરીશ ડાયાભાઈ નકુમ, શૈલેષ મેરાભાઈ ડાંગર, ભરતભાઈ દેવમોરારી, નિલેશ સાકરીયા, પ્રવિણ લાડુમોર અને હિતેશ ખમળને ઝડપી પાડ્યા હતા.
સુરતમાં ક્રાઈમબ્રાંચે ભુપતના 6 સાગરીતોને ઝડપી પાડ્યા