Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘરવેરામાં રાહત આપવા કમિટી રચાતા સામૂહિક રિકવરીને બ્રેક
{ સોમવારે સવારમાં રૂકજાવનો આદેશ
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર | 18 જુલાઇ
ભાવનગરશહેરમાં કોર્પોરેશને સામૂહિક રિકવરી ઝંુબેશનો કોરડો વિંઝવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી, દરમિયાનમાં આજે સોમવારે કાર્યવાહીના શ્રી ગણેશ થાય તે પહેલા કમિશનરે રૂકઝાવનો આદેશ કરી દીધો છે એકાઅેક કરાયેલા નિર્ણયથી કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘરવેરો ઘટાડવા માટેની કમિટીની રચાતા નિર્ણય લેવાયો હોવાનંુ જાણવા મળ્યંુ છે.
તાજેતરમાં ભાવનગર ખાતે આવેલા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ વેરો પાછી ખેંચવાની ખાત્રી આપતા શાસકો માટે સાપે ચચંુદર ગળ્યા જેવો ઘાટ ઘડાયો છે. બીજી બાજુ મ્યુ. કોર્પોરેશન દ્વારા રિકવરી માટે સામૂહિક સીલ મારવાની ઝંુબેશ શરૂ કરવાની તૈયારી કરી નાખી છે જેના માટે શનિવારે તમામ ખાતા અધિકારીઓને નોટિસો સાથે ટાર્ગેટ આપી દેવાયા હતા. પરંતુ આજે સોમવારે સવારે મ્યુ કમિશનર દ્વારા રૂકજાવનો આદેશ જારી કરતા તંત્ર વાહકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. થોડા સમય પૂર્વે આવેલા કમિશનર કોઠારીએ તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિકવરીની સામૂહિક ઝંુબેશ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે આજે સોમવારે સામૂહિક મિલકતોને સીલ મારવાની કાર્યવાહીના શ્રી ગણેશ થાય તે પહેલા કાર્યવાહી મુલત્વી રખાઇ છે.
હાલ પુરતી કાર્યવાહી મોકૂફ રાખી છે...
^મંત્રીએઘરવેરાના ઘટાડા અંગે કમિટી રચવાની જાહેરાત કરી છે. જેના લીધે આજે સામૂહિક કાર્યવાહી મુલત્વી રાખી છે. જોકે દૈનિક ધોરણે રિકવરીની કાર્યવાહી ચાલંુ છે અને રહેશે, રોજે રોજ 25થી 30 મિકલતો સીલ કરાઇ રહી છે, પરંતુ સામૂહિક ધોરણે જે કાર્યવાહી કરવાની હતી, તે હાલ પુરતી માેકૂફ રાખી છે. >જે.એ.રાણા,નાયબકમિશનર,
કોર્પો.ના તમામ ખાતાઓને શનિવારે નોટિસોનો ટાર્ગેટ ફાળવ્યો
મંુઝવણ|મ્યુ. કોર્પો.ની કરોડોની રિકવરી વસૂલ થતી નથી