20 હજાર કરોડના IOC પ્લાન્ટ માટે ઉજળી આશા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાતમાં ખાનગી ક્ષેત્રની જાયન્ટ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇ.ઓ.સી.) દ્વારા રીફાઇનરી સ્થાપવા માટે કરોડો રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તબક્કે ભાવનગર શહેરમાં વર્ષોથી કોઇ મોટો પ્રોજેક્ટ આવ્યો નથી અને રોજગારીના પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે શહેરના આગેવાનો, તમામ રાજકીય પક્ષો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક બની અને ભાવનગરમાં રીફાઇનરી સ્થાપવામાં આવે તેવી રજૂઆતો કરવાની આવશ્યક્તા છે.

ભાવનગરમાં આઇઓસીનો બોટલિંગ પ્લાન્ટ આવેલો છે, અને રીફાઇનરી માટેની જરૂરી 3.50 લાખ સ્કે. મીટર જમીન ભાવનગર જિલ્લામાં ઉપલબ્ધ બની શકે તેમ છે.

ભારતના શહેરોમાં પ્રદૂષણની સમસ્યાને હળવી બનાવવાના હેતુથી ભારત સ્ટેજ-4 કેટેગરીના ઇંધણનું ઉત્પાદન કરવાની આવશ્યક્તા ઉભી થઇ છે.

મહેસુલ વિભાગ દ્વારા સોિશયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ સ્ટડી હાથ ધરવામાં આવનાર છે. અને તેના માટે કેઆરજી ઇન્ડીયાને કામ સોંપવામાં આવ્યુ છે. તેઓના દ્વારા વરસાદી પાણીના સંગ્રહ, પર્યાવરણ સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં લાંબા સમયથી એકપણ મોટો પ્રોજેક્ટ આવ્યો નથી. ભાવનગરમાંથી અનેક નાના મોટા કારખાના બંધ થયાના, હીરા ઉદ્યોગનું સ્થળંાતર સહિતની બાબતો નાગરિકોની નજર સમક્ષ છે. ભાવનગર જિલ્લાના યુવાનો રોજગારીના અભાવે અભ્યાસકાળ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઇ તરફ દોટ મુકે છે.

ભાવનગરમાં આઇઓસીની પ્રસ્તાવિત રીફાઇનરી જો સ્થાપવામાં આવે તો અનેક રીતે ઉપયોગી સાબીત થઇ શકે તેમ છે. ભાવનગર જિલ્લામાં રીફાઇનરી માટે આવશ્યક જમીન ઉપલબ્ધ બની શકે તેમ છે.

તબક્કે શહેર-જિલ્લાના આગેવાનો, તમામ રાજકીય પક્ષો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક બની અને ભાવનગરમાં રીફાઇનરી સ્થાપવામાં આવે તેવી રજૂઆતો કરવાની આવશ્યક્તા છે.

જો આઇઓસીનો પ્લાન્ટ ભાવનગરમાં સ્થાપવામાં આવે તો જિલ્લાનું આર્થિક ચક્ર, રોજગારીના પ્રશ્નોમાં રાહત મળી શકે તેમ છે.

ભાવનગર શહેરના આગેવાનો, રાજકીય પક્ષો અને ચેમ્બર દ્વારા એક બની રજૂઆત થાય તો હજારોને રોજગારીની તક

આશા | ગુજરાતભરમાં જમીન માટે કંપની દ્વારા શોધખોળ : ભાવનગરમાં પ્લાન્ટની સ્થાપના માટે પર્યાપ્ત જમીન ઉપલબ્ધ

અન્ય સમાચારો પણ છે...