િજલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરિજલ્લામાં કોંગ્રેસે ભાજપને પછડાટ આપી છે પરંતુ પક્ષમાં આંતરિક વિખવાદોને કારણે આગામી ચૂંટણીમાં પણ તેની અસર પડે તેવી શકયતા વર્તાઈ રહી છે. ભાવનગર િજલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર્ષણ શરૂ છે જેથી િજલ્લા મહિલા પ્રમુખે ઉમરાળા તાલુકા પ્રમુખને સસ્પેન્ડ કર્યા પરંતુ તેઓનું સસ્પેન્સન રદ કરવા પ્રદેશના દબાણને કારણે અંતે િજલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે પ્રમુખપદેથી રાજીનામુ ધરી દેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ અને િજલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં િજલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં િજલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મીતાબેન કોતર સાથે ઉમરાળા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ મમતાબેન પટેલે ઉદ્ધતાઈભર્યા વર્તન બદલ ગીતાબેને મમતાબેનને તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી સસ્પેન્ડ કર્યાં કરતા કોંગ્રેસનો આંતરિક િવખવાદ બહાર આવ્યો હતો. પરંતુ આજે અચાનક િજલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન કોતરે પ્રમુખપદેથી રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગીતાબેન કોતરે પોતાના રાજીનામામાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ પર આક્ષેપો કરી જણાવ્યું હતું કે, તેઓએ સોનલબેનના દબાણથી રાજીનામુ આપ્યું છે. ગીતાબેને રાજીનામાના કારણમાં ઉમરાળા તાલુકા પ્રમુખ મમતાબેન પટેલ દ્વારા પક્ષ વિરોધ કામ કરતા તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા મમતાબેનને પ્રમુખપદે શરૂ રહેવા દેવા ફોન પર ધમકીઓ આપવામાં આવે છે અને પ્રદેશ પ્રમુખ સોનલબેનેે પણ ફોનમાં દબાણ કરી મમતાબેનની માફી માગી તેઓનું સસ્પેન્શન રદ કરો અથવા િજલ્લા પ્રમુખપદેથી રાજીનામુ આપવા કહેતા અંતે પ્રમુખપદ અને પક્ષમાંથી રાજીનામુ ધરી દીધાનું ગીતાબેને જણાવતા રાજકીય ગરમાવો ફેલાયો છે.

સસ્પેન્ડની સત્તા કોને ? ગુંચવાયેલો પ્રશ્ન

તાલુકાપ્રમુખની િનમણુંક સામાન્યત: િજલ્લા પ્રમુખ કરતા હોય છે. ત્યારે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખને સસ્પેન્ડ કરી શકે કે નહીં તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. િજલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ વાળાના જણાવ્યાનુસાર તાલુકા પ્રમુખની નિમણુંક અને સસ્પેન્ડ કરવાની સત્તા પ્રદેશ પ્રમુખને છે. ત્યારે િજલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે તાલુકા પ્રમુખને સસ્પેન્ડ કરતા તે કાયદેસર ગણાશે કે નહીં ? જે પ્રશ્નોએ વધુ વિવાદ જગાવ્યો છે.

લોકદરબારમાં િજલ્લા અને તાલુકા પ્રમુખે ગાળાગાળી કર્યા બાદ સસ્પેન્શન સુધી લંબાયો વિવાદ

વિવાદ|ઉમરાળા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખને સસ્પેન્ડ કર્યા બાદ GPCCના દબાણથી

અન્ય સમાચારો પણ છે...