ગુરૂવારે 30 હજાર લોકોને સહન કરવો પડશે વીજ કાપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમગુજરાત વીજ કંપની ભાવનગર શહેર વિભાગ-2 દ્વારા તા.16 જૂનને ગુરૂવારે 66 કે.વી.સરદારનગર સબ સ્ટેશનના દીવડી અને શુક્રવારે લોક મિલાપ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12.30 કલાક સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. બન્ને ફીડર હેઠળના 40 હજાર જેટલા નગરજનોને ગુરૂવારે અને શુક્રવારે સવારથી બપોર સુધી વીજ કાપ સહન કરવો પડશે.

તા.16 જૂનને ગુરૂવારે દીવડી ફીડર હેઠળના સરદારનગરથી રૂપાણી સર્કલ તરફ જતા ડાબી તેમજ જમણી બાજુનો વિસ્તાર, સરદારનગર સ્વામિનારાયણ ગુરૂકુળ, લોકમિલાપની પાછળનો ભાગ, થિયોસોફિકલ હોલની પાછળનો વિસ્તાર, સેન્ટર પોઇન્ટનો વિસ્તાર, મોખડાજી સર્કલ પાસે, રૂપાણી દીવડી આસપાસનો વિસ્તાર, નિરમા ગેસ્ટહાઉસ, ચંપા ટાવર આસપાસનો વિસ્તાર, ભરતનગર ચોકડી, માલધારી સોસાયટી, શિક્ષક સોસાયટી, સીંધુનગર, દેવુંમાનું મંદિર આસપાસનો વિસ્તાર, વિદ્યુત સોસાયટી, વકીલ સોસાયટી, પંચશીલ સોસાયટી, નર્મદા પોર્ટ કોલોની આજુબાજુનો વિસ્તાર, કાર્તીક ટેનામેન્ટ, સરદારનગરથી ભરતનગર ચોકડી તરફ જતા ડાબી અને જમણી બાજુના વિસ્તારોમાં સવારના 7 વાગ્યાથી બપોરના 12.30 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.17 જૂનને શુક્રવારે લોક મિલાપ ફીડરમાં ઘોઘા સર્કલથી વૃદ્ધાશ્રમ જતા જમણી બાજુનો વિસ્તાર, આરતી ટેનામેન્ટ, પ્રણવ ફ્લેટ, યોગેશ્વર ફ્લેટ, ગ્રીન પાર્ક, સમન્વય કોમ્પલેક્સ, કૃણાલ ફ્લેટ, ટીવી રીલે કેન્દ્ર, વાહે ગુરૂ કોમ્પલેક્સ, સિંધુ સોસાયટી, પાર્થ કોમ્પલેક્સ, સહજાનંદ કોમ્પલેક્સ, માધવ એપાર્ટમેન્ટમાં સવારના 7.30થી બપોરના 12.30 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

સવારે 7 થી 12.30 સુધી વીજ પુરવઠો બંધ

ગુરૂવારે દીવડીના 30 હજાર અને શુક્રવારે લોક મિલાપના 10 હજાર લોકોને વીજ કાપ

અન્ય સમાચારો પણ છે...