તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શનિવારે રાજન સાજન મિશ્રા શ્રોતાઓને સંગીત રસમાં ડોલાવશે

શનિવારે રાજન-સાજન મિશ્રા શ્રોતાઓને સંગીત રસમાં ડોલાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાનગરીભાવેણાના સંગીત કલા ચાહકોએ શુક્રવારે રાત્રે યશવંતરાય નાટ્યગૃહમાં આજે શુભેન્દ્ર રાવ અને તેના પત્ની સાસ્કિયા રાવની સંગીતની સૂરની જુગલબંધીને મનભરીને માણ્યા બાદ હવે આવતી કાલ તા.26 નવેમ્બરને શનિવારે રાત્રે 8.30 સંગીત ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા અને ખયાલ શાસ્ત્રીય સંગીતમાં ટોચનુ઼ સ્થાન ધરાવતા રાજન અને સાજન મિશ્રા બ્રધર્સની શાસ્ત્રીય ગાયિકીને સાંભળવાનો અમૂલ્ય લ્હાવો શહેરના યશવંતરાય નાટ્યગૃહમાં ખાતે ભાવ રંગ-સ્વર રંગના શીર્ષક સાથે સંગીતના જલસામાં અંતિમ દિવસે ભાવેણાના સંગીત ચાહકોને મળશે.

ભાવનગર શહેરમાં સૌ પ્રથમ વખત ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંક્તિના અને આતંરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનુ઼ ગૌરવ વધારનારા દિગ્ગજોનો સંગીતનો ચાર દિવસીય મેળાવડાનો આવતી કાલ તા.26 નવેમ્બરને શનિવારે અંતિમ દિવસ છે.આજે ત્રીજા દિવસે રાત્રે શુભેન્દ્ર રાવ અને તેના ડચ પત્ની સાસ્કિયા રાવે સીતાર અને ચેરો વાદ્યની જુગલબંધીથી ભાવેણાના સંગીતચાહકોને અભિભૂત કર્યા હતા. હવે આવતી કાલે શનિવારે રાત્રે 8.30 કલાકે રાજ અને સાજન મીશ્રાની ગાયિકી સાંભળવાનો અમૂલ્ય અવસર સાંપડશે. સ્પંદન ફાઉન્ડેશન અને દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા અને વાઘબકરી ચાવાળા પીયુશભાઇ દેસાઇ, આર.વી. શાહ, અેક્રેસિલ, અનુભૂતિ ટ્રસ્ટ, બિપીનભાઇ તંબોલી સહિતનાના સહયોગથી તા.23 નવેમ્બરથી 26 નવેમ્બર દરમિયાન ભાવનગર શહેરમાં સૂર અને સ્વરના સંગાથે કલાનગરીના કલાચાહકો માટે એક એકથી ચડિયાતા કાર્યક્રમ ભાવ રંગ-સ્વર રંગના શીર્ષક સાથે સંગીતના જલસાનું આયોજન શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરવામાં આવ્યું છે અને તેનો આવતી કાલ શનિવારે અંતિમ દિવસ છે.

શુક્રવારે શુભેન્દ્ર રાવ અને સાસ્કિયા રાવે શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

ભાવરંગ| સ્પંદન અને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...