તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મને લાગ્યો કાળા ધનનો દંશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 25 નવેમ્બર

રૂા.500અને 1000ની નોટબંધ થતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, િબલ્ડરોના કાળા નાણાથી મુશ્કેલીમાં મુકાયા છે તેવું નથી પરંતુ જુદા-જુદા ધાર્મિક સંપ્રદાયોના વડાઓએ પોતાના અનુયાયીઓને સાચવવા રાખેલા કરોડો રૂપિયાની પણ ક્યાં ગોઠવણ કરવી તે માટેની દોડધામ કરી રહ્યા છે. સાધુ-સંતો, મૌલવીઓ, જૈન ગુરૂ ભગવંતો પાસેના કરોડો રૂપિયાની વ્યવસ્થા અનુયાયી અને સેવકો માટે પેચીદો પ્રશ્ન બન્યો છે.

નોટબંધીને કારણે સામાન્ય પ્રજાજનોને 500-1000ની નોટ બેંકમાં બદલાવવા અને એટીએમમાંથી પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટેની હાડમારી ભોગવી રહ્યા છે. ગરીબ અને સામાન્ય પ્રજા પાસે 500-1000ની નોટ મર્યાદિત હોવાથી તેઓને જુની નોટ પોતાના બેન્ક ખાતામાં જમા કરાવવામાં િચંતા નથી. પરંતુ જે લોકો બેન્કમાં નાણા જમા કરાવવાની મર્યાદા વટાવી ચુક્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

બ્લેક મની માત્ર વેપારીઓ, ઉદ્યોગપતિઓ, િબલ્ડરો, રાજકીય નેતાઓ અને અધિકારીઓ પાસે છે અને તેઓ હાલમાં બ્લેકના વ્હાઈટ કરવામાં પડ્યા છે તેવું નથી પરંતુ હિન્દુ, મુસ્લિમ, જૈન, સહિતના વિવિધ ધર્મના વડાઓ, સાધુ-સંતો, મૌલવીઓ, મહારાજ સાહેબોએ પોતાના ચેલા, સેવકો અને અનુયાયીઓને સાચવવા આપેલા કરોડો રૂપિયા ક્યાં ગોઠવણ કરવા તે માટે દોડાદોડી કરી રહ્યા છે. ધર્મનાં વડાઓ એનકેન પ્રકારે કાળુ નાણું સેવકોના ખાતામાં જમા કરાવવા અથવા નવી નોટોમાં ટ્રાન્સફર કરવા દબાણ કરતા સેવકો પોતાના ઘરના સભ્યો અથવા અન્યના ખાતામાં રૂપિયા જમા કરાવવા મથી રહ્યા છે. એક જન આચાર્યએ તેમના અનુયાયી પાસે રાખેલા લાખો રૂપિયાની ગોઠવણ કરવાની આચાર્યના આદેશથી સેવકો ચિંતા સાથે મુશ્કેલીમાં મુકાઈ ગયાની પણ ચર્ચા જાગી છે.

ખોટાને પ્રોત્સાહન નહીં આપી લોકોએ સમજવો જોઈએ સાચો ધર્મ

હાલમાંદરેક ધર્મના વડાઓ પોતાના બેનામી નાણાની ગોઠવણ કરવામાં પડ્યા છે. અન્યાયી પાસે રાખેલા કરોડો રૂપિયાને વ્હાઈટ કરવા અથવા નવા નાણામાં ટ્રાન્સફર કરવાના સેવકો પાસે કામ કરાવી રહ્યા છે. ત્યારે આવું ખોટા કામને લોકોએ પ્રોત્સાહન આપવું જોઈએ કોઈ ધર્મમાં આવા ખોટા કાર્યને સમર્થન આપવામાં આવતું નથી. જેથી આવા ગેરકાનૂની કૃત્યોથી દૂર રહી ધર્મની રક્ષા કરવી જોઈએ.

જુદા-જુદા ધર્મના વડાઓએ અનુયાયીઓ પાસે રાખેલા કરોડો રૂપિયાની ગોઠવણ માટે સેવકો કરી રહ્યા છે દિનરાત દોડધામ

રાઇટ ઇફેક્ટ| નાણાંબંધીએ ધર્મગુરૂઓને પણ છોડ્યા

અન્ય સમાચારો પણ છે...