40.4 ડિગ્રી સાથે શહેરમાં ગરમીના તીવ્ર મોજામાં ઘટાડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર .ભાવનગર 14 જૂન

ભાવનગરશહેરમાં વર્ષે જૂનના બીજા સપ્તાહમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે અને 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ તાપમાન રહેતા નગરજનો હિટવેવમાં શેકાઇ રહ્યાં છે. જો કે ગઇ કાલની તુલનામાં આજે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું ઘટતા દાહક ગરમીમાં નજીવી રાહત મળી છે પણ હજુ ભાવેણાવાસીઓને ઉનાળાની ગરમીમાંથી મુક્તિ તો મળી નથી. 48 કલાકમાં શહેરના મહત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે.

ભાવનગર શહેરમાં પવનના સૂસવાટા વચ્ચે આજે ગઇ કાલની તુલનામાં મહત્તમ ગરમીમાં 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો હતો. ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે આજે 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા હિટવેવમાં નજીવી રાહત મળી હતી. શહેરમાં હજી પણ વાદળો બંધાવાની પ્રક્રિયા જોઇએ તેવી જામતી નથી અને ચોમાસાના આગમન અંગે અનુભવીઓ વાતાવરણ જોઇને ચિંતાતૂર થઇ રહ્યાં છે.

શહેરમાં પવનની ઝડપ ગઇ કાલે 15 કિલોમીટર હતી તે આજે 4 કિલોમીટર વધીને 19 કિલોમીટર થઇ હતી. તો લઘુત્તમ ઉષ્ણતામાન 29.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 30 ટકા હતું તે વધીને 33 ટકા થયું હતુ.

ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા 42.1 ડિગ્રી તાપમાન નોંધાયેલું તે 48 કલાકમાં 1.7 િડગ્રી ઘટી ગયું છે.

પવનની ઝડપ વધીને 19 કિલોમીટરને આંબી

48 કલાકમાં ગરમીમાં 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો : હવામાં ભેજનું પ્રમાણ 33 ટકા

અન્ય સમાચારો પણ છે...