ચોમાસુ મોડું થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર .ભાવનગર 14 જૂન

વર્ષે જૂનનો મધ્ય ભાગ આવી ગયો હોવા છતાં ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ક્યાંય વરસાદના વાવડ નથી ત્યારે ગત વર્ષે તો 14 જૂને ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાના વિધિવત રીતે આરંભ થઇ ગયો હતો અને સમગ્ર જિલ્લામાં સરેરાશ 1.25 ઇંચ જેટલી મેઘમહેર પણ વરસી ગઇ હતી જ્યારે વર્ષે હજી ચોમાસાના મંડાણ પણ નથી થયા ત્યારે ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા છે. તો સમગ્ર ગુજરાતમાં પણ ગત વર્ષ 14મી જૂન સુધીમાં સરેરાશ 29 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

વર્ષે ખાસ તો ભાવનગર શહેર અને જિલ્લામાં જૂનના બીજા સપ્તાહમાં હિટવેવ વરસી રહ્યો છે. ચોમાસાના આરંભ અને આકાશમાંથી શીતળવર્ષાને બદલે ગગનમાંથી અગનવર્ષા વરસી રહી છે. ગત વર્ષે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘાના વિધિવત મંડાણ થઇ ગયા હતા અને વાવણીલાયક વરસાદ પણ વરસી ગયો હતો જ્યારે વર્ષે હજી ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં 30 મી.મી જેવો વરસાદ વરસી ગયો હતો.

વર્ષે ભાવનગર શહેરમાં ચોમાસાના મંડાણના નામોનિશાન નથી અને છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગરમ શહેર ત્રણેક દિવસ બની રહ્યા બાદ હજી પણ 41 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ ગરમી વરસી રહી છે. ગત વર્ષે ભાવનગર શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલો અને જળાશયોમાં નવા નીરની અાવક પણ શરૂ થલ ગયેલી તેમજ વાવણી પણ શરૂ થઇ ગયેલી જ્યારે વર્ષે ગુરૂવારે ભીમ અગિયારશ છે પણ વાવણી કાર્ય થાય તેવા સંજોગો નથી. પરિસ્થિતિમાં વર્ષે ચોમાસાના આગમનને લઇનેુ ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા છે.

ભાવનગર શહેરમાં 3 ઇંચ વરસાદ વરસી ગયેલો

ગતવર્ષ 2015માં 14 જૂન સુધીમાં ભાવનગર શહેરમાં 71 મી.મી. એટલે કે 2.84 ઇંચ વરસાદ વરસી ગયો હતો અને બોરતળાવ સહિતના જળાશયોમાં નવા નીરની અાવક પણ થઇ હતી. ભાવનગર શહેરમાં સિઝનનો કુલ વરસાદ 670 મી.મી.વરસે છે એટલે કે 14 જૂન સુધીમાં 10.60 ટકા વરસાદ વરસી ગયો હતો. તો જિલ્લામાં 30 મી.મી. વરસાદ વરસી ગયેલો જે સિઝનના કુલ 570 મી.મી.ની તુલનામાં 5.18 ટકા થતો હતો. જ્યારે વર્ષે ચોમાસાના આગમનની રાહ છે.!!

જૂનના ત્રીજા સપ્તાહમાં વાવણીલાયક વર્ષા

^ભડલીવાક્યો,વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓનું વર્તન, લોકવાયકાઓ, હોળી તથા અખાત્રીજના પવનના આધારે વરસાદના વરતારા મુજબ વર્ષે 20 જૂનથી 24 જૂન દરમિયાન વાવણીલાયક વરસાદ થશે અને વર્ષે વરસાદના પ્રથમ રાઉન્ડમાં 4થી 5 ઇંચ વરસાદ વરસતા વાવણી થશે. ખાસ તો 22 જૂનથી 24 જૂન વચ્ચે સારો વરસાદ વરસશે. > ભગવાનભાઇસુરાણી, કુમારપ્પામહાવિદ્યાલય, ગઢડા

ભાવનગરમાં વર્ષે જૂનના બીજા સપ્તાહમાં આકાશમાંથી શીતળવર્ષાને બદલે વરસી રહી છે અગનવર્ષા

સાંપ્રત | ગુજરાતભરમાં ક્યાંય મેઘાના મંડાણ થતા ચિંતાના વાદળો ઘેરાયા : વરસાદની કાગડોળે રાહ

અન્ય સમાચારો પણ છે...