તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરટીઓમાં નવી સિસ્ટમથી આપોઆપ દૂર થઈ જશે એજન્ટો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર.ભાવનગર. 28 ફેબ્રુઆરી

આરટીઓમાંએક સમય એવો કે બહુધા લોકોને પોતાના કામો કઇ રીતે કરવાં તેની કોઇને ખબર નહોતી. તમામ કામો આરટી�ઓ એજન્ટો થકી થતાં હતા. લાઇસન્સ કઢાવવું હોય તો એજન્ટને તે માગે એટલા રૂપિયા આપો એટલે થોડા દિવસમાં આવી જાય. એજન્ટોનું અધિકારી�ઓ સાથે એવું સેટીંગ હોય કે આખી પ્રક્રિયા કઇ રીતે થઇ તેની અરજદારને ખબર હોય. સિસ્ટમમાં અનેક અધિકારી�ઓ અને એજન્ટો અરજદારોને લૂંટીને કરોડપતિ થઇ ગયા. પણ આજે સિસ્ટમ ચાલતી નથી અને આવનારા દિવસોમાં તો જરા પણ ચાલવાની નથી. દિશામાં આગળ વધતાં આરટી�ઓનું આયોજન છે કે આવનારા દિવસોમાં એવી સિસ્ટમ ગોઠવાશે કે અરજદારોને એજન્ટોની જરૂર નહીં પડે.

આરટી�ઓ કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિ�ઓને પ્રવેશવા નહીં દેવાના નિયમ સાથે અમદાવાદ કલેકટરના આદેશથી અને પોલીસની મદદથી એજન્ટોને બહાર હટાવાવની કાર્યવાહીને લોકોએ વધાવી લીધી છે ત્યારે ભાવનગરમાં કાર્યવાહી જૂદી રીતે થવાની છે તેમ આરટી�ઓએ સ્પષ્ટ કર્યું છે. ભ્રષ્ટાચારનો ચરુ ઉકળતો હતો અને અધિકારી�ઓના આર્થિક ચરિત્રો પણ હલકટતાની ચરમ સીમાએ હતાં તેવા દિવસોમાં કોઇ કોઇ સારા અધિકારી�ઓ સિસ્ટમ પ્રમાણે ચાલવાની કોશિશ કરતા ત્યારે દાદાગીરીનો દંડો પછાડનારા શખ્સો ગાલી-ગલોચ, ધમકી, માર મારવો સહિતના પ્રયોગો થકી આરટી�ઓને બાનમાં લઇને પોતાની મનમાની કરીને પોતાનો ગેરકાનૂની કારોબાર ચલાવતા હતા.

પોતાની મેળે ગાયબ થઇ જશે એજન્ટો

^આગામીદિવસોમાંસિસ્ટમ એવી ગોઠવાશે કે આરટી�ઓ એજન્ટો પોતાની મેળે ગાયબ થઇ જશે. એમને હટાવવા માટે પોલીસની જરૂર પડશે નહીં. લોકોને એક એવી સરળ અને સીધી-સાદી સિસ્ટમ આપવામાં આવશે કે એનાથી કોઇ પણ કામ માટે અરજદારે એજન્ટ પાસે જવું નહીં પડે. પરિણામે કામ નહીં મળતાં એજન્ટો પોતે આરટી�ઓ કચેરીમાં આંટા-ફેરા કરતા બંધ થઇ જશે. > અશોકપટેલ, આરટીઓ,ભાવનગર

સિસ્ટમ ચેન્જ | એજન્ટોને હટાવવા નહીં થાય પોલીસ પ્રયોગ

અન્ય સમાચારો પણ છે...