તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ચ માસમાં ખીલેલો રહેશે લગ્ન ગાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતવિક્રમ સંવત 2071ના વર્ષમાં અધિક માસ આવ્યો હોય આથી વર્ષે હોળાષ્ટક મોડા હોય વર્ષે માર્ચ માસમાં પણ લગ્ન સિઝન ચાલુ રહેવાની છે. અડધો માર્ચ માસ લગ્નની શરણાઇ ગુંજતી રહેશે. ફેબ્રુઆરી માસમાં એકાંતરે લગ્નના મુહૂર્ત આવ્યા બાદ આગામી માર્ચ માસમાં પણ 12મી તારીખ સુધી લગ્નના શુભ મુહૂર્ત છે. બાદમાં તા.14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક કમુહૂર્તા હોવાથી લગ્ન, જનોઇ, વાસ્તુ અને દેવ પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તો શાસ્ત્રાનુસાર મળતા નથી.

આજે આખો દિવસ લગ્નની શરણાઇઓ અને ડીજેની ધૂમ રહ્યા બાદ ફેબ્રુઆરી માસના લગ્નના શુભ મુહૂર્ત પૂર્ણ થયા છે અને હવે આગામી માર્ચ માસમાં 3 માર્ચ, 2016ને ગુરુવારથી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થશે. આગામી માર્ચ માસમાં 3 માર્ચને ગુરૂવાર, 5 માર્ચને શનિવાર, 6 માર્ચને રવિવાર, 10 માર્ચને ગુરુવાર, 11 માર્ચને શુક્રવાર તથા તા.12 માર્ચને શનિવારે માર્ચ અને શિયાળુ લગ્ન સિઝનનુ઼ અંતિમ શુભ મુહૂર્ત આવે છે. વર્ષે તા. 12 માર્ચ બાદ તા.14 માર્ચથી 13 એપ્રિલ સુધી, એક માસ દરમિયાન મીનારક કમુહૂર્તા હોવાથી લગ્ન, જનોઇ, વાસ્તુ અને દેવ પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તો શાસ્ત્રાનુસાર મળતા નથી.

શુભમુહૂર્ત| તા.3 માર્ચથી 12 માર્ચ સુધી લગ્ન સિઝન રહેશે

માર્ચ માસના પ્રથમ બે સપ્તાહ સુધી લગ્નના કુલ 6 શુભ મુહૂર્ત આવશે

અન્ય સમાચારો પણ છે...