તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ વખત થશે માસ્ટીક આલ્ફાલ્ટ સાથેના રોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા. રિપોર્ટર, ભાવનગર. 28 ફેબ્રુઆરી

ભાવનગરશહેરમાં પ્રથમ વખત માસ્ટીક આસ્ફાલ્ટના ઉપયોગ સાથે રોડનંુ કામ કરવામાં આવશે. હાલમાં પ્રાયોગિક ધોરણે ત્રણ માર્ગોની પસંદગી કરવામાં અાવી છે. માર્ગની આવરદા વધુ હશે, તો બીજી બાજુ તેની સપાટી લીસી હશે તેમ છતાં વાહન સ્લીપ નહીં થાય!!

શહેરમાં ચાલી રહેલા રોડના કામોમાં પ્રથમ વખત કોર્પોરેશન દ્વારા માર્ગોની પસંદગી કરીને માસ્ટીક આસ્ફાલ્ટનો ઉપયોગ કરીને રોડ બનાવવામાં આવશે. હાલમાં જે રોડના કામો થઇ રહ્યા છે તેનાથી જુદો તરી આવશે. આવા પ્રકારના માર્ગો અન્ય મહાનગરોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ભાવનગરમાં તેની શરૂઆત હશે. જેનાથી વાહન ચાલકોને ફાયદો થશે તો બીજી બાજુ તે બનાવવાની પધ્ધતિ પણ રૂટીન કરવા ઘણી જુદી હશે. તો ટકાઉમાં પણ સાત આઠ વર્ષ સુધી તેને કોઇ ઉનીઆંચ આવતી નથી. અા માર્ગ બનાવવા માટે સૌ પ્રથમ તો તેનંુ પાયો (ફાઉન્ડેશન) મજબુત હોવો જરૂરી છે જેમ કે જ્યાં આરસીસી રોડ હોય ત્યા કામ સહેલાઇ થઇ શકે તેમજ ટકાઉ પણ બની શકે. રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.ડી. મકવાણાના જણાવ્યા મુજબ આવા પ્રકારનો માર્ગ ડામર રોડ પર પણ બની શકે પણ જે આરસીસી ઉપર મજબુતાઇ આવી શકે તેટલી તેમાં અાવી શકે. આથી હાલમાં જે માર્ગોની પસંદગી કરાઇ છે તેમાં જેનો પાયો મજબુત હોય તેવા માર્ગો લેવાયા છે.

પ્રયોગ|રોડ તદ્દન લીસો પણ વાહન સ્લીપ નહીં થાય, કામની પદ્ધતિમાં પણ વિશેષતા

માસ્ટીક આલ્ફાલ્ટ સાથેના માર્ગ બનાવવાના સાધનો પણ જુદા પ્રકારના હોય છે. જ્યા માર્ગનંુ કામ હાથ ધરવાનંુ હોય ત્યાં સંબંધિત સામાનનંુ મિશ્રણ કરીને તાત્કાલિક ઉપયોગમાં લેવાનો હોય છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અપાઇ ગઇ

^સૌપ્રથમચાર માર્ગોનો સમાવેશ કરાયો હતો, પરંતુ શાસ્ત્રીનગરમાં વિશ્વકર્મા સર્કલમાં ચોમાસામાં પાણી ખુબ ભરાવાથી ખર્ચનંુ પાણી થાય તે માટે તે માર્ગનંુ કામ રદ કરાયંુ છે. બાકીને ત્રણ માર્ગને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અપાઇ ગઇ છે, એજન્સી પણ નક્કી થઇ ગઇ છે. ટંૂક સમયમાં રોડના કામોનો પ્રારંભ કરવામાં અાવશે. > સુરેશભાઇધાંધલિયા, ચેરમેન,સ્ટેન્ડિંગ કમિટી, મ્યુ. કોર્પોરેશન

કયાં કયાં રોડનો સમાવેશ કરાયો?

માર્ગ રકમ

>કાળાનાળા સર્કલથી કોર્પોરેશન

થઇ મોતીબાગ ચોક સુધી રૂ.38,42,435

> ગાયત્રીનગર ધારાસભ્યના ઘરથી

સમપર્ણ ચોક સુધીનો માર્ગ રૂ.24,33,244

> મામા કોઠાથી ખારગેટ ચોક સુધી રૂ.23,70,662

પ્રારંભિક શહેરનાં ત્રણ માર્ગોને બનાવવા ભાવનગર કોર્પોરેશન દ્વારા અપાયેલી લીલીઝંડી

અન્ય સમાચારો પણ છે...