તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર . 28 ફેબ્રુઆરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર . 28 ફેબ્રુઆરી

દિવ્યભાસ્કરગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અને ભાવનગર ડોકટર એસો. આયોજિત તથા ભાવનગર કલા સંઘના સહયોગથી સ્વસ્થ નગરી ભાવનગર અંતર્ગત આજે સવારથી સાંજ સુધી મહિલા કોલેજ પાસેના ડોકટર હોલની દીવાલ આરોગ્યનાં સંદેશા આપતા ચિત્રોથી રંગવામાં આવ્યા તો સાંજના સમયે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રસસ્વરાનું આયોજન મહિલા કોલેજ સર્કલ ખાતે કરાયું હતુ જેમાં સૂર અને સ્વરની મહેફિલ જામી અને સાથોસાથ સમૂહ લોક નૃત્ય, દાંડિયા રાસ અને ગરબાની દર્શનીય રજૂઆતે કલાનગરીના નગરજનોને ડોલાવ્યા હતા.

આજે સવારથી ડોકટર હોલની દિવાલે આરોગ્યલક્ષી સંદેશા આપતા ચિત્રોથી દીવાલને રંગવામાં આવી હતી જેમાં સાંસદ ડો.ભારતીબહેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, પૂર્વ મેયર બાબુભાઇ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન રામદેવસિંહ ગોહિલ, ગુજરાત હાઉસીંગ બોર્ડના ડાયરેક્ટર અભયભાઇ ચૌહાણ, ડી.એ.પી. દીપાંકર ત્રિવેદી સહિતનાએ ઉપસ્થિત રહી કલાકારોની ચિત્રકલાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.

સાંજના સમયે મહિલા કોલેજ સર્કલે સૂર, સ્વરની મહેફિલ જામી હતી. ખાસ તો શહેરના ખ્યાતનામ ડોકટરો એક એકથી ચડિયાતા નવા અને જૂના ગીતોની પ્રસ્તૂતિ કરશે. જેમાં ડો.ફિરદોસ દેખૈયા, ડો.એન.પી.કુહાડીયા, ડો.અમિત બલર, ડો.ચિરાગ નાયક, ડો.સજ્જાદ લાખાણી, ડો.મૌલિક પરીખે પોતાના સ્વરથી શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી હતી. અવસરે ડો.એમ.આર.કાનાણી, ડો.એમ.પી.સીંઘ, ડો.કેતન પટેલ વિ. ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.નિમિત ઓઝાએ પોતાની આગવી અને રસાળ શૈલીમાં કર્યું હતુ.

કાર્યક્રમમાં શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજના દાંડિયારાસ અને આયુર્વેદ કોલેજ તેમજ નંદવકુ઼વરબા કન્યા વિદ્યાલયની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. અવસરે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, સુરતના ધારાસભ્ય પ્રફૂલ્લભાઇ, વિભાવરીબહેન દવે,મેયર નિમુબહેન બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, અશોકભાઇ શેઠ, ગીરીશભાઇ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ ધાંધલીયા, મ્યુ.કમિશનર જયપ્રકાશ શિવહરે, તેમજ ભાવનગરના સુવિખ્યાત ગાયક પાર્થિવ ગોહિલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા અને પ્રાસંગિક સંબોધનમાં તેણે સૌરાષ્ટ્ર સમાચાર અને ભાવનગર મેડિકલ એસો.ના નવતર અભિગમને બિરદાવ્યો હતો. ઉપરાંત મેહુલ વડોદરિયા, સુનિલ વડોદરિયા, અનિરૂદ્ધસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, હિતેષ વ્યાસ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા

મહિલા કોલેજ લીલા સર્કલ ખાતેના કાર્યક્રમમાં ભાવનગરના ચિત્રકારોએ ભાગ લઇ બેટી બચાવો, કેન્સર જાગૃતિ, વ્યસન મુક્તિ, એઇડ્સથી બચો, આઇ ડોનેશન, બ્લડ ડોનેશન, સ્વચ્છતા, 108ના ફાયદા, બીજાની મદદ કરો અને મચ્છરથી બચો તેવા 10 વિષયને વર્ણવતા 118 જેટલા ચિત્રો ડોકટર હોલની દિવાલ પર દોરી પોતાની કલાનો પરચો આપ્યો અને સાથોસાથ સામાન્ય લોકોમાં આરોગ્યને લગતી જાગૃતિ ફેલાવવાનું પુણ્યકાર્ય પણ કર્યું હતુ.

ડોકટર હોલની દીવાલ 118 ચિત્રોથી ફેલાવશે આરોગ્યલક્ષી સંદેશા

દિવ્યભાસ્કરગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અને ભાવનગર ડોકટર એસો. આયોજિત તથા ભાવનગર કલા સંઘના સહયોગથી સ્વસ્થ નગરી ભાવનગર અંતર્ગત રવિવારે સવારથી સાંજના સુધી મહિલા કોલેજ પાસેના ડોકટર હોલની દીવાલ આરોગ્યનાં સંદેશા આપતા ચિત્રોથી રંગવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી જુદા જુદા સંદેશા આપતા 118 જેટલા નયનરમ્ય ચિત્રોનું સર્જન વિવિધ સ્લોગન સાથે ભાવનગરના કલાકારો દ્વારા કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...