તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરના સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની આજથી ઉજવણી

શહેરના સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની આજથી ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રસત્સંગ સમાજ, ટ્રસ્ટી મંડળ દ્વારા વડતાલ લક્ષ્મીનારાયણદેવ ગાદીના પીઠાધિપતિ પ.પૂ. ધ.ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણાથી શહેરના લોખંડબજારના સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના 44 માં પાટોત્સવ પ્રસંગે તા. 28-2 ને રવિવારે સવારે 8 કલાકે લોખંડબજારના તોપનાકા ખાતે આવેલ સમોવસરણના વંડામાં હરિયાગ યજ્ઞનો પ્રારંભ થશે. પાટોત્સવના યજમાન પ.ભ. બાબુભાઇ મનજીભાઇ કેવડીયા (ઢાઢવદરવાળા)ના નિવાસસ્થાન (પ્લોટ નં. 509, આર. ટી.�ઓ. રોડ,કુવા પાછળની શેરી,વિજયરાજનગર) થી બપોરે 3 કલાકે વાજતે ગાજતે લોખંડબજારના સ્વામિનારાયણ મંદિરે આવશે. સાંજે 7 કલાકે પ.પૂ. આચાર્ય મહારાજના હસ્તે નૂતન સૂર્વણ સિંહાસન તથા ગર્ભગૃહોના દ્વારોનું ઉદઘાટન થશે.

તેમજ તા. 1-3 ને મંગળવારે સવારે 5-30 કલાકે મંગળાઆરતી, અભિષેક, ધૂન કિર્તન, શણગારઆરતી, સવારે 9-15 કલાકે સમોવસરણના વંડામાં સત્સંગસભા યોજાશે. બપોરે 12 કલાકે અન્નકુટોત્સવ આરતી થશે.

અન્ય સમાચારો પણ છે...