તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોઘારોડ અને તરસમીયામાં મકાનો પર બુલડોઝર ફેરવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ સાતથી આઠ મકાનો અને શૌચાલયો, દીવાલોને કોર્પોરેશને હટાવ્યા

ભાવનગર. 27 ફેબ્રુઆરી

ઘોઘારોડપર સાગરપાર્કમાં ટી.પી. સ્કીમના પ્લોટ નં.98માં સ્થાનિક રહિશોએ શૌચાલયો અને બાથરૂમ તેમજ કમ્પાઉન્ડ વોલ સહિતનું ગેરકાયદેસર ચણતર કરી નાખ્યું હતું. આજે રજાના દિવસે અેસ્ટેટ ટાઉન પ્લાનીંગ તેમજ દબાણ હટાવ ટીમે દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. તદ્દઉપરાંત તરસમીયામાં િસદ્ધિ િવનાયક સોસાયટી પાછળ ટી.પી. સ્કીમના પ્લોટમાં સાતથી આઠ કાચા-પાકા મકાનો ખડકી દેવાયા હતા જેની પર પણ બુલડોઝર ફેરવી દેતા વાતાવરણ ગરમાયું હતું. પોલીસ બંદોબસ્તને કારણે કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો હતો.

અજય ઠક્કર

ટી.પી. પ્લોટમાં ગેરકાયદે ખડકાયેલા

અન્ય સમાચારો પણ છે...