તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • }વડવાજૈન દેરાસરમાં બાળકોને પ્રભાવના પૂ.આચાર્યપ્રબોધચંદ્રસૂરિ મ.સા.ના યુવા શિષ્ય

}વડવાજૈન દેરાસરમાં બાળકોને પ્રભાવના પૂ.આચાર્યપ્રબોધચંદ્રસૂરિ મ.સા.ના યુવા શિષ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}વડવાજૈન દેરાસરમાં બાળકોને પ્રભાવના

પૂ.આચાર્યપ્રબોધચંદ્રસૂરિ મ.સા.ના યુવા શિષ્ય પૂ.મલયચંદ્ર મ.સા.ની પ્રેરણાથી છઠ્ઠા વર્ષના રવિવારે તા.28ના સવારે 8 થી 9-30 સમસ્ત ભાવનગરના જે બાળકો વડવા દેરાસરમાં પૂજા કરવા આવશે તેને પ્રભાવના તતસદ કેતનભાઇ શાહ તરફથી કરવામાં આવશે.બર્મુડા,જીન્સ પહેરી પુજા કરવાથી આશાતના થાય છે.

}ગીતાસત્સંગ

તા.28રવિવારે પૂ.સ્વામીની તત્પરાનંદજીનો સત્સંગ બપોરે 4 થી 4-45 ગીતા અ.3 પર હસમુખભાઇ ઠકકર 1604/1 રાધે પન્ના અગરબતીની સામે ઘોઘાસર્કલ પાસે રાખેલ છે.

}શ્રીરંગ દત્ત પરિવાર

ગુરૂલીલામૃતનીચક્રિય પારાયણ આજે સવારે 9 થી 12 ભદ્રેશભાઇ દવે ડાયમંડ ચોક બ્લડ બેંક પાછળ મહિલા કોલેજ ખાતે રાખેલ છે.

}લોકાગચ્છજૈન સંઘ ભાવનગર

શ્રીસંઘના ઉપાશ્રય શેરડીપીઠ ડેલોમાં પધારતા સર્વે દર્શનાર્થીને આજે રવિવારે સવારે 9 થી 12 ભાતુ અપાશે.

}બહુચરકૃપા અાનંદ ગરબા મંડળ

આનંદગરબાની ધુન વડવાળા ચામુંડા માતાજીના મંદિરે સિંધુનગર સંસ્કાર મંડળ પાસે આજે સાંજે 5-30 કલાકે રાખેલ છે.

}દાદાભગવાન પરિવાર

દાદાભગવાનના આપ્તપુત્ર સત્સં ઘરશાળા સંમેલન હોલમાં આજે સાંજે 4 થી 5-30 રાખેલ છે.

}શ્રીઅરવિંદ હોમ

શ્રીઅરવિંદ તથા માતાજીના યોગના ફળ સ્વરૂપ અરવિંદ અાશ્રમ પોંડીચેરીમાં તા.29 ફેબ્રુઆરી 1956ના પ્લે ગ્રાઉન્ડમાં સાંજના સમુહ ધ્યાન સમયે માતાજીની હાજરીમાં અતિમાનસ ચેતના, શકિત અન પ્રકાસનો ધોધ પૃથ્વીની ચેતનામાં ઉતરી આવ્યો દિવ્ય ઘટનાને માતાજીએ પ્રભુનો દિવસ તરીકે વર્ણવેલ છે. પ્રભુ દિવસની ઉજવણી નિમિતે અરવિંદ હોમ કેન્દ્રમાં પ્રાર્થના ધ્યાનનુ આયોજન તા.29 સોમવારે સાંજે 6 કલાકે પ્રાર્થના, ધ્યાન, વાચન અરવિંદ હોમ 1926એ કૃષ્ણનગર શ્રી અરવિંદ સર્કલ પાસે રૂપાણી છે.

}ઓમસાંઇ રામદરબાર પરિવાર હાદાનગર

સંકિર્તનનુઆયોજન આજે રાત્રે 9 કલાકે સ્વ.ઝવેરભાઇ સોનાણીની તીથી નિમિતે તરસમીયા ગામ ઘનશ્યામભાઇ ઝવેરભાઇ સોનાણીને ભોજન સાથે રાખેલ છે.

}કંસારાજ્ઞાતિ

શેઠચંદ્રાબેન કાંતિલાલના નિવાસે પંડયાનો ડેલો વોરા બજાર આજે સાંજે 5 કલાકે ભગવદ સત્સંગ તથા ગોકુલ પ્રવાસની માહીતી અપાશે.

}પૂ.આનંદબાવાશ્રીદ્વારા બ્રહ્મ સંબંધ અપાશે

રવિવારતા.29ના પૂ.આનંદબાવાશ્રી આનંદનગર હવેલીમાં સવારે 8-30 કલાકે પધારી 101 વૈષ્ણવ ભાઇ,બહેન, બાળકોને બ્રહ્મસંબંધ આપશે.

}અધ્યાત્મવિઘામંદિર

આજેસાંજે 5-30 થી 6-30 આનંદનો ગરબો 5 થી 6 એકયુપ્રેસર સારવાર અધ્યાત્મ વિઘામંદિર વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં સંસ્કાર મંડળ પાસે રાખેલ છે.

}ઉમેદગુરૂજૈન પાઠશાળા

આજેસવારે 9-30 થી 11-30 ભકિતબાગ ઉપાશ્રયે ઉમેદગુરૂ જૈન પાઠશાળાના બાળકોની સામાિયક, પ્રતિક્રમણના મુળ પાઠોની મૌખીક પરીક્ષા છે. બાદ જમણવાર છે. રોજ સવારે 7-30 થી 8-30 જ્ઞાનશિબિર ભકિતબાગ ઉપાશ્રયે છે.

}સિધ્ધયોગધ્યાન કેન્દ્ર

સિધ્ધયોગધ્યાન કેન્દ્રનો અઠવાડીક ધુન,ધ્યાન સત્સંગનો કાર્યક્રમ આજે સાંજે 6 થી 7-30 દિનેશભાઇ પંડયા પ્લોટ નં.1575, 8 ચંપારો હાઉસ ચંપા ટાવરની બાજુમાં દિવડી રૂપાણી સર્કલ ખાતે રાખેલ છે.

}શાંતીપ્રાર્થના

ચિદાનંદમંડળની પ્રાર્થના સ્વ.પરાગભાઇ અરૂણભાઇ જાનીન આત્મશ્રેયાર્થે આજે સાંજે 6 કલાકે જાની અરૂણભાઇ વી.પ્લોટ નં.1793 બી સત્યમ સોસાયટી સરદારનગર દેવુમાના મંદિર પાછળ રાખેલ છે.

}એમ.જે.કોલેજઓફ કોમર્સ

એમ.એચ.આર.ડીસેમે 2-4ની પરીક્ષાનુ ટાઇમ ટેબલ નોટીસ બોર્ડ પર મુકેલ છે.

}વિનામૂલ્યેપ્લાસ્ટીક સર્જરી કેમ્પ

પી.એન.આરહોસ્પીટલમાં તા.1,2,3,4 માર્ચના રોજ પ્લાસ્ટીક સર્જરી કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. જેમા બાળકોના જન્મજાત ખોડખાંપણ કપાયેલ હોઠ, તાળવામાં કાંણુ, મૂત્રનલિકાને લગતી જન્મજાત ક્ષતિ વિ.જરૂરીયાતવાળા દર્દીને વિનામૂલ્યે ઓપરશેન કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા નામ પી.એન.આર હોસ્પીટલ અંધઉઘોગશાળા કેમ્પસ વિદ્યાનગર ખાતે સવારે 9 થી 6 તા.29 પહેલા લખાવી દેવા બહારગામના દર્દી ફોન 2431150 પર નોંધાવી શકશે.

}ગાંધીમહિલા કોલેજ

કોલેજનીબીએ1,2,3 અને બીકોમ 1,2,3ની વિદ્યાર્થીઓ તા.29 સોમવારે 12-15 કલાકે તેની ફીની પહોચ સાથે હોલમાં ઉપસ્થિત રહેવુ.

}રેડિયોકાર્યક્રમ

વી.પી.કાપડીયામહિલા કોલેજના ડો.સુમન શર્માનો હિન્દી વાર્તાલાપ પૌરાણિક નારી રત્ન આજ કે યુગમે પ્રસ્તાવિત હૈ ? અાકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી તા.29ના રાત્રે 9-16 કલાકે પ્રસારિત કરાશે.

}સરપી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ

વર્ષ15-16માં જે વિઘાર્થીઓ એફવાય, એસવાય, ટીવાય બીએસસી, એમએસસી (આઇસી) સેમ 1 થી 4 (રેગ્યુલર, એટીકેટી)માં પ્રવેશ મેળવેલો છે. અને ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરવાના બાકી છે. તેણે તા.2ના ભરી દેવા વધુ વિગત સંસ્થાના નોટીસ બોર્ડ પર છે.

}પૂ.આ.રાજહંસસૂરિશ્વરજીમ.સા.

પ.પૂ.આચાર્યપદ્યુમનસૂિરશ્વરજી મ.સા., પ.પૂ.આચાર્ય રાજહંસસૂરિશ્વરજી મ.સા.તથા આદિ મોખડકા ગામ ખાતે બિરાજમાન છે અને સુખશાતા છે.

}ગાયત્રીઆરાસુર ધામ

શ્રીનાથજીનગર3માં તા.28 રવિવારે ધો.10,12ના વિઘાર્થીઓની પરીક્ષાને અનુલક્ષીને મા અંબાના આશિર્વાદ સાથે શુભેચ્છા શિબિરનુ આયોજન સાંજે 7-30 કલાકે કરેલ છે. વિદ્યાર્થીએ રીસીપ્ટની નકલ સાથે લાવવી.

}િવનામૂલ્યેમેડીકલ સાધનો વાપરવા અપાશે

મંગલચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર ખાતે રોજ સવારે 10 થી 12 મેડીકલ સાધનો બેડપાન, યુરીન બેગ, વોકીંગ સ્ટીક, થર્મોમીટર, હોટબેગ, આઇસબેગ, લેટટ્રીન ચેર, વોટરબેડ, પલંગ સ્ટેન્ડ, તથા ઘોડી વિ.સાધનો ફ્રીમાં વાપરવા દેવામાં આવશે. ફોન 2210551

}સિંધુસોશ્યલ સર્કલ

તા.28રવિવારે સાંજે 7-30 કલાકે સંત પ્રભારામ ધર્મશાળા સિંધુનગર ખાતે પ્રમુખ (વર્ષ 16-17,17-18) માટે ચૂંટણી રાખેલ છે. સામાન્ય સભામાં ચૂંટણી હોવાથી સમયસર હાજર રહેવુ.

}થેલેસેમિલામેજર બાળકો માટે ફ્રી કેમ્પ

ઇન્ડિયનરેડક્રોસ સોસાયટીના સહયોગથી તા.28 રવિવારે બપોરે 2 કલાકે રેડક્રોસ ભવન દિવાનપરા રોડ બાર્ટન લાઇબ્રેરીની સામે ભાવનગર ખાતે થેલેસેમિયા મેજર દર્દીના મોનીટરીંગ પ્રોગ્રામ અન્વયે થેલેસેમિયા મેજર બાળકોના વિવિધ પ્રકારના મેડીકલ રીપોર્ટ માટેનો ફ્રી કેમ્પનુ આયોજન કરેલ છે.

}આવોહળીએ મળીએ અને

હળવાથવા માટે તા.28 રવિવારે સવારે 9-30 થી 11-30 શિશુવિહાર સંસ્થાના વાનપ્રસ્થ ભવન હોલમાં સભ્યોનુ મિલન યોજાનાર છે. તેમા જીવ અને જગતની ઉત્પતિનુ વૈજ્ઞાનિક અને પૌરાણીક રહસ્ય ઉપર સુભાષ મહેતા પોતાના વકતવ્ય સાથે િફલ્મ બતાવશે.

}વિનામૂલ્યેમોતીયાના ઓપરેશન કરાશે

પીએનઆરહોસ્પીટલ અંધશાળા કેમ્પસ વિદ્યાનગર ભાવનગર ખાતે રોજ મોતીયાના ઓપરેશન મફત કરી આપવામાં આવશે.જાહેર જનતાએ લાભ લેવો. ફોન 0278 2431150

}ઔદિચ્યયુવક મંડળ

શિહોરસં.ઐા.અ.બ્રાહ્મણ જ્ઞાતિના સાયન્સ, મેડીકલ, ફાર્મસી, અેન્જી.ડીગ્રી તથા ડિપ્લોમાં વિભાગ તથા એમ.એ.સંસ્કૃત વિષયમાં હાલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીને શિષ્યવૃતિ વિતરણનો કાર્યક્રમ તા.28 રવિવારે સાંજે 5 કલાકે શિશુવિહારના હોલમાં છે.

}હૃદયરોગનાવિનામૂલ્યે ઓપરેશન

શિવશકિત હોલ ક્રેસન્ટમાં તા.28 રવિવારે સવારે 10 થી 12 હૃદયરોગ, ડાયાબીટીસ, બીપી તથા અન્ય રોગો માટે વિનામૂલ્યે દર્દીને સારવાર અપાશે. કાર્ડીયોગ્રામ લેબ તપાસ, એન્જીયોગ્રાફી ફ્રીમાં કરી અપાશે.જે દર્દીને હૃદયના ઓપરેશનની જરૂર જણાશે તેમને વિનામૂલ્યે સત્ય સાઇ હાર્ટ હોસ્પીટલ ખાતે ઓપરેશન કરી અપાશે.

}ગરીબોમાટે મફત દવા

ડોકટરનુતાજુ પ્રિસ્ક્રીપ્શન, ચિઠ્ઠી લાવનાર જરૂરીયાતમંદ દર્દીઓને ડ્રગબેન્ક દ્વારા રવિવાર સિવાય રોજ સાંજે 5-30 થી 8-30માં સુર્યદર્શન કોમ્પલેક્ષ રબ્બર ફેકટરી સર્કલથી સ્ટોકમાં હોય તે દવા વિનામૂલ્યે અાપવામાં આવે છે.

}વસ્તીગણતરી વિભાગ

ભાવનગરમહાનગર પાલીકાના વસ્તી ગણતરી વિભાગ દ્વારા રાષ્ટ્રીય વસતી પત્રક (NPR)ની કામગીરી જે ગણતરીદારા પૂર્ણ કરવામાં આવેલ હોય તેઓએ વસતી ગણતરી વિભાગ ચોથો માળ મ.ન.પા ભાવનગર ખાતે સાહિત્ય જમા કરાવી જવા તેમજ જે ગણતરીદારોની કામગીરી બાકી હોય તેણે કામગીરી પૂર્ણ કરવી.

}સિધ્ધપુરસંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ

જ્ઞાતિનાસિંધુનગર ખાતેના નવ નિમાર્ણાધિન છાત્રાલય બાંધકામમા અત્યાર સુધીમાં અાવેલ અનુદાન દાતાની નામાવલી નિર્મળનગર જ્ઞાતિનીએ વાડીએ મુકેલ છે.

}માતંગીમંદીર સરદારનગર

તા.28નારવિસભામાં સવારે 8 કલાકે મહેશભાઇ પરિખના સહયોગથી સર ટી.હોસ્પી.માં પ્રસુતાને શિરા વિતરણ, કિશોરભાઇ પાઠકના સહયોગથી બાળકોના વોર્ડમાં ફ્રુટ વિતરણ કરાશે.બપોરે 3-30 થી ધો.10 થી કોલેજના વિઘાર્થીને આહુતિ આપવા યજ્ઞ છે. સાંજે 7 ક.મહાઆરતી દર્શન, માળા, માતંગી ભકતોનુ સન્માન કરવામાં આવશે. મહાપ્રસાદ છે.

}મોઢવણિક જ્ઞાતિ યુવક મંડળ

મંડળદ્વારા મ.કૃ.ભાવનગર યુની.દ્વારા 2016માં લેવાનાર પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવેલ છે. જ્ઞાતિના જે વિઘાર્થીને ફોર્મ ભરવાના બાકી હોય તેઓએ મોઢ નાના તડની વાડી હાઇકોર્ટ ખાતે સંપર્ક કરવો.

}વિનામૂલ્યેછાશ વિતરણ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થોના સહયોગથી જરૂરીયાતમંદ કુટુંબો માટે તા.1/3થી રોજ સવારે 10 કલાકે છાસ વિતરણ મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર ખાતેથી કરાશે.

}ISO-9& ICO-3 સર્ટીફીકેટ

બળવંતપારેખ વિજ્ઞાનનગરી દ્વારા લેવાયેલ ISO-9 અને ICO-3ની પરીક્ષાના સર્ટી તા.28ના સવારે 10 થી 12 સંસ્થામાંથી મેળવી લેવા.

}ઘોઘારીકપોળ જ્ઞાતિ

તા.28નારોજ ટ્રસ્ટી મંડળની ચૂંટણી યોજેલ પરંતુ વર્તમાન પેન બીનહરીફ ચુંટાતા ચૂંટણીની આવશ્યકતા રહેતી નથી તેની નોંધ લેવી.

}સુરીલીસાંજ કાર્યક્રમ

આજેસવારે 6 કલાકે સરદારનગર ગુરૂકુળ હોલમાં સુરીલી સાંજનો કાર્યક્રમ યોજાશે. જેમા શિવરંજની સંગ, મલ્હારી ભાગ-2 અંતર્ગત રાગ આધારીત ફિલ્મના ગીતો રજુ થશે.

}દશામોઢ માંડલીયા સમાજ

સમાજનાસભ્યોને દાવત ચોખા, દેશી ગોળ આપવાનો હોય કુપન દિનેશભાઇ મહેતા નંદનવન હેન્ડીક્રાફટ જમાદાર શેરી, ક્રિસ્ટલ માર્કેટથી આજે 10-30 થી 1માં લઇ જવી.

}રોટરીકાયમી રસીકરણ કેન્દ્રમાં રસી અપાશે

રોટરીકલબ દ્વારા દર રવિવારે સવારે 9-30 થી 11-30 રોટરી હોલ ઘોઘાસર્કલ પોલીયો, ડીપીટી, બીસીજી, ઓરી, પેન્ટા વિ.રસી વિનામૂલ્યે તેમજ એમએમઆર ટાયફોઇડ, હીપેટાઇટીસ એ-બી, ચીકનપોક્ષ, રોટા વાઇરસ, ન્યુમોકોકલ રસી રાહતદરે આપવામાં આવશે.

}ઘોઘાપીરમબેટ ટ્રેકીંગ

શિવશકિતસેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસનુ ઘોઘા પીરમબેટ ટ્રેકીંગ રાખેલ હોય રસ ધરાવનારે સવારે 10 થી 1, 4 થી 7 શિવશકિત સેવા પ્લોટ નં.7 શિવરંજની સ્ટર્લીગ પાર્ક જવાહરનગર લીલાસર્કલ નજીક સંપર્ક કરવો.

}જૈનસમાજ

અયોધ્યાપુરમની14મી સાલગીરી તા.29/2, તા.21/4 છગાઉ પાલીતાણા, તા.24/3 પ્રબોધચંદ્રસૂરિના તલાટી, પાલીતાણા જન્મ દિવસની ઉજવણીમાં આર્શીવાર લેવા બસ દ્વારા જવા છે બુકીંગ તા.28/2 સવારે 10-30 થી 12 ભરતનગર પાઠશાળામાં થશે. નલીન વોરા 9374727297.

}ગિજુભાઇકુમારમંદિર ખાતે ચિત્ર પ્રદર્શન

દક્ષિણામૂર્તિગિજુભાઇ કુમારમંદિર ખાતે તા.29 સોમવારે સવારે 8 થી 12 યોજાયેલ વાલી મીિટંગ અંતર્ગત બાળકોએ સર્જન કરેલ ચિત્રોનુ પ્રદર્શન તથા ઉદ્યોગના નમુનાઓ તેમજ શૈક્ષણિક સાધનોનુ પ્રદર્શન શાળાના ખુશાલી ઓઝા આર્ટ ગેલેરીમાં છે.

}વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન

કાઉબેન્ક માટે પરિમલ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં દરરોજ સવારે 8-30 થી 8-845 દરમિયાન કેતનભાઇ દોશીનો સંપર્ક સાધવો.

}એકતાહાયર સેકન્ડરી સ્કૂલ

ધો.10,12નારેગ્યુલર, રીપીટર, આઇસોલેટેડ તેમજ ખાનગી ઉમેદવારની પરીક્ષા રસીદ આવેલ છે. તા.29ના શાળામાંથી 1 થી 4માં મેળવી લેવી.

}એમ.કે.જમોડહાઇસ્કૂલ

માર્ચ16 ધો.12 સામાન્ય, વિ.પ્ર સેમે.4ની પરીક્ષા રસીદ રેગ્યુલર વિદ્યાર્થીએ તા.29 સોમવારે સવારે 8 થી 10 શાળએ આવી પોતાના વર્ગ શિક્ષક પાસેથી તથા રીપીટર, ખાનગી વિદ્યાર્થીએ કાર્યાલયથી તા.29ના 12 થી 4માં મેળવી લેવી.

}સ્વામીનારાયણસંસ્કાર કેન્દ્ર ફુલસર

માર્ચ16માંપરીક્ષા આપનાર ધો.10ના રેગ્યુલર, રીપીટર અને ખાનગી વિદ્યાર્થીએ શાળા સમયે હોલ ટીકીટ મેળવી લેવી.

}પારસવિઘાલય

ધો.10માર્ચ 16 પરીક્ષાની રીસીપ્ટ રેગ્યુલર, રીપીટર, ખાનગી, આઇસોલેટેડ વિદ્યાર્થીએ તા.29 સોમવારે સવારે 9 થી 11ના કાર્યાલયથી મેળવી લેવી.

}શ્રીકુમારશાળા

માર્ચ16માં લેવાનારી ધો.10ની પ્રવેશીકા તા.29 સોમવારે 12 થી 5માં મેળવી લેવી રીપીટર, આઇસોલેટે વિદ્યાર્થીએ પણ મેળવી લેવી.

}ચિન્મયમિશન

મીિટંગરવિવાર તા.28ના સાંજે 4-30 થી 6 મેઘાણી સર્કલ પાસે રામદાસ આશ્રમ ખાતે સમાત્માજીના સાનિધ્યમાં રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

વ્યવસ્થાપકસમીતીના ચુટાયેલ સભ્યોની મીિટંગ ભકિતબાગમાં આજે સવારે 11-30 કલાકે છે.

}સમસ્તયુવા દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ

સમુહલગ્નનુ આયોજન કરેલ છે. સમુહ લગ્ન નિમિતે સમસ્ત દરજી જ્ઞાતિ સમુહ જ્ઞાતિ ભોજન જાહેર કરેલ છે. અંગે દરજીજ્ઞાતિના સમુહ લગ્ન કરેલ કરેલ કમિટી મેમ્બરો, કાર્યકરોની મીિટંગ સવારે 11 કલાકે દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી સ્ટેશન રોડ મતવા ચોક ખાતે છે.

અન્ય સમાચારો પણ છે...