તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • માતૃધામમાં તૃતિય પાટોત્સવની શુક્રવારથી કરાશે ધર્મભેર ઉજવણી

માતૃધામમાં તૃતિય પાટોત્સવની શુક્રવારથી કરાશે ધર્મભેર ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ 1008 ગોરણી પૂજન, કથા, નવચંડી હોમાત્મક યજ્ઞ સહિતના કાર્યક્રમો

ભાવનગર | 28 નવેમ્બર

માતૃધામચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ. ગુરૂદેવ ઝરણા માતાજીની સાધનાસિધ્ધિને સાકાર કરવા શહેરના અકવાડા ખાતે નિર્માણાધિન માતૃધામ માતૃમંદિરમાં આગામી તા. 1-12 ને શુક્રવારથી તા. 3-12 ને રવિવાર સુધી તૃતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. પાટોત્સવ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

પાટોત્સવ દરમિયાન તા. 1-12 ના સવારે 6-30 થી રાંદલ માતાજીના 54 લોટાના તેડા,, પૂજન,બપોરે 11-45 કલાકે મહાઆરતી,મહાપ્રસાદ,સાંજે 6-45 કલાકે મહાઆરતી, રાત્રે 8 કલાકે માતાજીના ગરબા, તા. 2-12 ને શનિવારે સવારે 7-30 કલાકે દેવતાઅોનું રાજોપચાર પૂજન,અભિષેક, પુષ્પાર્ચન,સહસ્ત્ર નામાવલી પૂજન, બપોરે 12 કલાકે મહાઆરતી, સાંજે 5 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા બાદ આરતી યોજાશે

તેમજ તા. 3-12 ને રવિવારે માંનો પ્રાગટય દિવસ સવારે 6-30 થી નવચંડી હોમાત્મક યજ્ઞ, સ્તુતી પાઠ, ગણપતિ અને સ્થાપિત દેવતા�ઓનું પૂજન,નવચંડી પ્રયોગ, પ્રધાન હોમ,પુર્ણાહુતિ હોમ થશે.

બપોરે 12 કલાકે પૂ. ઝરણા માતાજીના આર્શિવચન, મહાઆરતી, મહાપ્રસાદ,સાંજે 5 કલાકે આનંદનો ગરબો, સાંજે 6-45 કલાકે આરતી,સાંજે 7-30 કલાકે મહાપ્રસાદ રાખેલ છે. પાટોત્સવ આચાર્ય તરીકે પૂ. ભાઇના શિષ્ય શાસ્ત્રી ભાવિનભાઇ રાવલ તથા અભિષેકભાઇ પંડયા દ્વારા વિધિવિધાનપૂર્વક સંપન્ન થશે. ભક્તોને દર્શનનો લાભ લેવા જણાવાયું છે.

ધર્મલાભ | માતૃધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ઉત્સવ

અન્ય સમાચારો પણ છે...