તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષવાદ કરતાં સમાજવાદના સમીકરણો પરિણામ ફેરવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી ‘પંચ’ : જાનૈયા સામે પ્રચાર કરશે તો લગ્નનો ખર્ચ ઉમેદવારે ભોગવવો પડશે

રાજ્યમાંલગ્નગાળો શરૂ થઈ ગયો છે. સાથેસાથે વિધાનસભાની ચૂંટણી પણ છે. રાજકીય આગેવાનોને પ્રચારની સાથે લગ્ન સમારંભોમાં પણ હાજરી આપવી પડે છે. લગ્ન સમારોહમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોવાથી ઉમેદવારો માટે પ્રચારનું પ્લેટફોર્મ મળે તેવા સંજોગો હોય છે પરંતુ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જો ઉમેદવાર લગ્ન સમારોહમાં મત મેળવવા કે ચૂંટણીના પ્રચાર માટે સંબોધન કરતાં ધ્યાને આવશે તો સમગ્ર લગ્નનો ખર્ચ તેના ચૂંટણીખર્ચમાં ગણી લેવાશે.

વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કા માટે તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવવાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને પ્રચારનો તબક્કો શરૂ થઈ ગયો છે. બીજી તરફ રાજ્યમાં લગ્ન સિઝન પણ પૂરબહારમાં છે ત્યારે ઉમેદવારોએ લગ્ન સમારોહમાં હાજરી સમયે પણ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે. તમામ વિધાનસભા બેઠકો પર ખર્ચ નિરીક્ષકો અને તેમની ટીમ કાર્યરત થઈ ગઈ છે અને ઉમેદવારોની તમામ ગતિવિધિઓ, ખર્ચના આંકડા પર નજર રાખવામાં આવી રહી છે. લગ્ન સમારોહમાં ઉમેદવાર હાજરી આપે તેમાં કોઇ નિયમ નડતો નથી. તે સમારોહમાં ઉપસ્થિત લોકોને વ્યક્તિગત મળીને મત માટે અપીલ કરી શકે છે. તેમાં કોઈ નિયમભંગ નથી થતો પરંતુ જો ઉમેદવાર દ્વારા લગ્ન સમારોહમાં તેમની હાજરી દરમિયાન ઉપસ્થિત લોકોનું ચોક્કસ ગૃપ બનાવીને તેમને સંબોધન કરવામાં આવે કે જાહેરમાં સંબોધન કરીને મતની અપીલ કરશે તો ત્યાં ખર્ચનો નિયમ લાગુ પડશે અને લગ્ન સમારોહનો ખર્ચ પણ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં જશે.

મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. સ્વૈને કહ્યું કે, લગ્ન સમારોહમાં હાજરી આપવી તે ઉમેદવારની વ્યક્તિગત બાબત છે પરંતુ ત્યાં જાહેર સંબોધન કરે તો ખર્ચ તેના એકાઉન્ટમાં ગણાશે.

છટકબારી |જાનૈયાઓનેવ્યક્તિગત રીતે મળીને ઉમેદવાર મત માટે અપીલ કરી શકે છે

નિયમ |કોઈ પણ ઉમેદવાર સમારોહમાં

ચોક્કસ જૂથ બનાવીને સંબોધન નહીં કરી શકે

સમારોહમાં પત્રિકા પણ વહેંચી શકાશે નહીં

લગ્નસમારોહમાં ઉમેદવાર પ્રચાર કરવાની તરકીબ અજમાવશે તો ચૂંટણી પંચના રડારમાં આવશે. સમારોહમાં તે જાહેર સંબોધન તો નહીં કરી શકે. પોતાના પ્રચારનું સાહિત્ય કે પત્રિકા પણ વહેંચી નહીં શકે. પ્રકારની ગતિવિધિ થશે તો ખર્ચ નિરીક્ષકો તેના ખાતામાં લગ્નનો ખર્ચ ઉમેરશે.

અન્ય સમાચારો પણ છે...