તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરતળાવ : ખાળે ડૂચા, દરવાજા મોકળા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર. ભાવનગર, 6 જૂલાઇ

ભાવનગરશહેરને પીવાના પાણી માટે આશિર્વાદરૂપ ગણાતા બોરતળાવના અમુલ્ય પાણીને રોકવામાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવો ઘાટ ઘડાયેલો છે. હાલમાં તળાવમાં પાણીનો ભરાવો છે, પણ તેની બાજુમાં રહેલા દરવાજાની નીચેથી લીકેઝ થઇ રહ્યંુ છે, હવે જો પાણીની અાવક વધશે તો તેને કાબુમાં લઇ શકાશે નહીં. બોર તળાવમાં જ્યાંથી પાણી લીકેઝ થઇ રહ્યંુ છે, તેની હેઠવાસમાં તળાવનંુ પાણી ભરાયંુ છે, તળાવની બાજુમાં તળાવ જેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે. તેમ છતાં કોર્પોરેશન તંત્ર તેને રિપેર કરવામાં મુર્હૂત શોધી રહ્યંુ છે, જો તંત્ર દ્વારા વરસાદના રાઉન્ડ પહેલા અહીં પાળો નહીં કરે તો મોટા પાયે તળાવમાંથી પાણીનો જથ્થો વહી જશે, જે હેઠવાળમાં ભરાવો થશે.

પોસ્ટ મોન્સુન કામગીરી કરાશે

^જેવીરીતે પ્રિમોન્સુન કામગીરી હોય તેવી રીતે પોસ્ટ મોન્સુન કામગીરી હાથ ધરવાની છે, તે પાણી લીકેઝ થાય છે તે પાળો ધોવાઇ ગયો છે. જેને રૂપિયા 1.50 લાખના ખર્ચે રિપેર કરાશે. > સી.સી.દેવમુરારિ,કા.ઇજનેર, વોટર વર્કસ

બોરતળાવમાં પ્રથમ વરસાદે નોંધપાત્ર પાણીની આવક થઇ છે, જેનીથી નગરજનોમાં ખૂશીની લાગણી છે, પણ તેવા દુ:ખની લાગણી લોકો એવી પણ વ્યકત કરે છે, કે જે સુવિધાઓ છે, તેની પરેજી પાળવામાં તંત્ર વાહકો નિષ્ફળ જઇ રહ્યા છે. હાલમાં જે પાણીનો જથ્થો છે, તે ધીમી ગતિએ ડેમના નીચેના ધોવાયેલા પાળામાંથી જઇ રહ્યંુ છે, જેને રોકવામાં નહીં આવે તો આગામી વરસાદમાં તંત્ર હાથ દેવા દોડશે તો પણ તેમાં કોઇ સફળતા નહીં મળે. /અજય ઠક્કર

જાગે તંત્ર જાગે| વધુ વરસાદ સમયે તંત્ર હાથ આડા દેવા જશે તો પણ પાણી નહીં રોકાય

અન્ય સમાચારો પણ છે...