• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 24 સપ્ટેમ્બરથી રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગૂંજશે કલા ઉત્સવ

24 સપ્ટેમ્બરથી રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગૂંજશે કલા ઉત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 16 સપ્ટેમ્બર

ગતવર્ષે રાજ્યમાં એક માત્ર ભાવનગર ખાતે પ્રાથમિક શાળાના બાળકો માટે સંગીત મિલાપ શીર્ષક હેઠળ ગાયન-વાદનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની સફળતા બાદ થીમનો હવે વર્ષે સમગ્ર રાજ્ય કક્ષાએ સ્વીકાર થયો છે અને શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે તા.24 સપ્ટેમ્બરને શનિવારથી શાળા કક્ષાએ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થશે અને સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક માધ્ય. શાળાઓમાં કલાઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

કલા ઉત્સવમાં સંગીતમાં ગાયન-વાદન, ચિત્ર સંમેલન, બાળ કવિ સ્પર્ધા વિ.નું આયોજન ઉચ્ચત્તર પ્રાથમિક શાળા કક્ષાએ તા.24 સપ્ટેમ્બરથી થશે ત્યાર બાદ સીઆરસી કક્ષાએ 1 ઓક્ટોબરથી થશે અને 8 ઓક્ટોબરથી તાલુકા કક્ષાએ આયોજન થશે. રીતે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શાળા કક્ષાએ તા.4 ઓક્ટોબરથી થશે ત્યાર બાદ ક્યુડીસી કક્ષાએ 8 ઓક્ટોબરથી થશે અને 15 ઓક્ટોબરથી એસવીએસ કક્ષાએ આયોજન થશે. આવતી કાલ તા.17 સપ્ટેમ્બરને શનિવારે સવારે 9.30થી 10.30 કલાક દરમિયાન મહેસુલ મંત્રી ટેલિ કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાથમિક શિક્ષકો, માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને સંબોધિત કરવાના છે.

કલા સ્પર્ધાઓ રાજ્ય કક્ષા સુધી થશે

કલાઉત્સવ અંતર્ગત યોજવાની થતી ચિત્રકલા, બાળ કવિ સંમેલન, સંગીતમાં ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમના સ્પર્ધકને પસંદ કરવામાં આવશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સીઆરસી, ક્યુડીસી કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે ત્યાર બાદ બીઆરસી, એસવીએસ કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ અંતે રાજ્ય કક્ષાએ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આમ સ્પર્ધકો માટે સ્પર્ધાઓ શાળા કક્ષાએથી છેક રાજ્ય કક્ષાએ યોજવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.

ભાવનગરમાં થયેલા સંગીત મિલાપ કાર્યક્રમનો રાજ્ય કક્ષાએ થયેલો સ્વીકાર

પડઘો | સંગીત, ગાયન, ચિત્ર વિગેરે સ્પર્ધાઓ યોજવા આયોજન

વિવિધ સ્પર્ધાઓનું સમયપત્રક

સ્પર્ધાનુંનામ ઉચ્ચ.પ્રાથમિક માધ્ય.ઉચ્ચ.માધ્ય.શાળા

નિબંધ સ્પર્ધા 26 સપ્ટેમ્બર 5 ઓક્ટોબર

વક્તત્વ સ્પર્ધા 27 સપ્ટેમ્બર 6 ઓક્ટોબર

રમત-ગમત સ્પર્ધા 28 સપ્ટેમ્બર 7 ઓક્ટોબર

જાહેર સ્થળોની સફાઇ 29 સપ્ટેમ્બર 13 ઓક્ટોબર

મહારેલી 30 સપ્ટેમ્બર 14 ઓક્ટોબર

સ્વચ્છતાના શપથ 1 ઓક્ટોબર 17 ઓક્ટોબર

અન્ય સમાચારો પણ છે...