તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલે કિડનીના રોગો અંગે આરોગ્ય જાગૃતિ સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજના યુગમાં માનવીઓની જીવવાની કાર્યશૈલીને કારણે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ જેવા રોગ વધ્યા છે અને આવા રોગોની આડઅસરથી કીડનીના રોગોમાં વધારો થતો જાય છે ત્યારે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર, ભાવનગર મેડીકલ એસોિસએશન, ઈનરવ્હીલ કલબ, ઈન્ડિયા રિનલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તા.18ને રવિવારે સવારના 9-30 કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે કિડનીના રોગો અંગે આરોગ્ય જાગૃતિના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

રવિવારે શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાનાર કિડનીના રોગો અંગેના સેમિનારમાં રાજકોટના નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયા કિડની ફેલ્યર સાવચેતી અને સારવાર અંગે ભાવનગરના નેફ્રોલોજીસ્ટ ડો.દિપક સાબુ, કિડનીના રોગો વિશે ખોટી માન્યતાઓ અને સાચી હકીકતો, રાજકોટના યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણી પથરીથી કઈ રીતે બચવું, ભાવનગરના યુરોલોજીસ્ટ ડો.નિમિત ઓઝા કિડની પથરીના લક્ષણો અને સારવાર, અમદાવાદના યુરોલોજીસ્ટ ડો.કેતન શુકલ પ્રોસ્ટેટ અને તેની આધુનિક સારવાર વગેરે વિષયો પર માર્ગદર્શન આપશે. તેમજ આઈ.એમ.એ.નાં પ્રમુખ ડો.ચિન્મય શાહ પ્રાસંગિક ઉદ્દબોધન કરશે. કિડની સંદર્ભના અતિ મહત્વના સેમિનારનો દરેક નગરજનોને લાભ લેવા અનુરોધ કર્યો છે.

સવારે આંખો - મો અને પગ ઉપર સોજા આવે, ભુખ ઓછી લાગે, ઉલ્ટી ઉપકા થાય, નાની ઉંમરે બ્લડ પ્રેશર થાય, લોહીમાં ફીકાશ, થોડુ ચાલવાથી પણ શ્વાસ ચડે, થાક લાગે, બળતરા, પેટમાં દુ:ખાવો થાય વગેરે લક્ષ્ણો કિડનીના રોગના મુખ્ય લક્ષ્ણો છે તો આવા ચિન્હો દેખાય તો તરત સારવાર લેવી પણ અતિ આવશ્યક વે.

ઈનરવ્હિલ કલબ અને રિનલ ફાઉ.નો સહયોગ

સૌરાષ્ટ્ર સમાચાર, ભાવનગર મેડિકલ એસો. અને SBS કર્મચારી પરિવારના ઉપક્રમે આયોજન

અન્ય સમાચારો પણ છે...