ભાવનગર શહેરમાં રવિવારે મહાસંક્લ્પ રેલીનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સનાતનધર્મ ઉત્કર્ષ સમિિત ભાવનગરનાં ઉપક્રમે દેશનાં તમામ સમાજની એકતા માટે આગામી તા.18-9-16ને રવિવારે મહાસંકલ્પ રેલીનું આયોજન કરાયું છે.

આજે સામાજિક વર્ગ િવગ્રહો, જ્ઞાતિવાદ , જાતિવાદ, ન્યાય-અન્યાય જેવી બાબતો લઈને સંઘર્ષો થઈ રહ્યાં છે જેથી સમાજ-સમાજ વચ્ચે કડવાશ વધતી જાય છે. જેથી દેશની એકતાને અસર થઈ રહી છે. જેથી સંઘર્ષોથી દૂર રહી પ્રેમ-ભાઈચારાનો સંદેશ આપવા સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિ દ્વારા સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

મહાસંકલ્પ રેલીનું તા.18ને રવિવારે એ.વી.સ્કૂલ ગ્રાઉન્ડથી સાંજે 4 કલાકે પ્રસ્થાન થશે. જે હલુરીયા (રાજ્યગુરૂ) ચોક થઈ ઘોઘાગેઈટ સુધી જશે જ્યાં શહીદ રાજ્યગુરૂ અને શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અપાશે.

રેલીમાં સંતો-મહંતો, સર્વજ્ઞાિતનાં આગેવાનો જોડાશે. એકંદરે રેલીમાં અંદાજે 10,000 લોકો જોડાવાનો અંદાજ છે. ઘોઘાગેઈટ ખાતે શહીદોને પુષ્પાંજલી અર્પી રેલી સભાનાં રૂપમાં ફેરવાશે અને સામુહિક સંકલ્પ લેવાશે.

સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિનાં ઉપક્રમે

સંતો-મહંતો, આગેવાનો, બ્રહ્મસમાજ રેલીમાં જોડાશે : સામુહિક સંકલ્પ લેવાશે

અન્ય સમાચારો પણ છે...