તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સરદારનગર સ્વિમિંગ પુલમાં હજુ ધુબાકા મારવામાં ચાર માસ થશે

સરદારનગર સ્વિમિંગ પુલમાં હજુ ધુબાકા મારવામાં ચાર માસ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |16 સપ્ટેમ્બર

ભાવનગરશહેરનો મહત્વપૂર્ણ સરદારનગર ખાતેના ત્રણ પ્રોજેક્ટ પૈકીના સ્વિમિંગ પુલના કામમાં ઝડપ લાવવા ધારાસભ્ય મથામણ કરી રહ્યા છે ત્યારે મ્યુ. તંત્ર વાહકો અધુંરા કાગળો સાથેથી ફાઇલો રજૂ કરતા નિર્ણયમાં વિલંબ થઇ રહ્યો છે.

સરદાર નગર ખાતે સ્વિમિંગ પુલનંુ કામ પ્રથમ ફેઇઝ સિવીલ વર્ક 70 ટકા પૂર્ણ થઇ ગયંુ છે. જ્યારે બીજા ફેઇઝમાં ઇલેકટ્રોમિકેનિકલ ઇન્સ્ટોલેશનનંુ કામ ફેઇઝ -2નંુ કામ શરંુ કરવાનંુ બાકી છે. અા કામ પૂર્ણ થવાની સંભાવના ડિસેમ્બર છે. પરંતુ કામ શરૂ કરવા ફેઇઝ-2ના રૂપિયા 49.21 લાખના કામની મંજુરી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ આવ્યો હતો, પરંતુ જે એજન્સીએ કામ માટે 19.60 ટકા કમતી ભાવથી ટેન્ડરિંગ કર્યંુ છે તેના આધાર પુરાવા અધુંરા હોવાના મામલે ઠરાવ મુલત્વી રાખવાની ફરજ પડી હતી. એટલંુ નહીં પણ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન ધાંધલિયાએ તંત્રને આડેહાથ લેતા કહ્યંુ હતુ કે, ધારાસભ્ય કામમાં ઉતાવળ કરાવે છે. અને તંત્ર વાહકો અધુંરા ડોક્યુમેન્ટ મુકે છે. પરિણામે છુટકે કામ મુલત્વી રાખવાની ફરજ પડી રહી છે. સરદાર નગર ખાતેના મહત્વપૂર્ણ સ્વિમિંગ પુલના કામમાં વિનાકારણે મહિનો મોડંુ કામ થશે તેવી સ્થિતિ તંત્ર વાહકોની ઢીલી નિતીના લીધે અથવા તો બેદરકારીના લીધે સર્જાઇ છે.

અંગે િબલ્ડીંગ વિભાગના કાર્યપાલક એમ.વી. રાઠોડએ જણાવ્યંુ હતંુ કે, ડોક્યુમેન્ટ સ્ટેન્ડિંગ ચેરમેન સમક્ષ મુકી દેવાયા છે.

ઢીલી નીતિ | સ્ટેન્ડિંગમાં અધૂરી ફાઇલોથી કામમાં વિલંબ

ઉતાવળના લીધે કોઇ ભૂલ રહે....

^કામમાંઉતાવળ કરાવી છે તેના લીધે તંત્ર ઝડપથી ડોક્યુમેન્ટ મુકી દે અને કોઇ ભુલ રહી જાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી પણ ઝિણવટથી ચકાસણી કરીને કામ સોંપવાનો આગ્રહ રાખે તે વ્યાજબી છે. કામમાં મોડંુ નહીં થાય પણ કામ સોપ્યા બાદ કોઇ તૃટી ના રહે તે પણ એટલંુ જરૂરી છે. >વીભાવરીબેનદવે, ધારાસભ્ય

ધારાસભ્ય ઝડપ કરાવે અને મ્યુ. તંત્ર ધીમી ગતિએ કામ કરે છે

અન્ય સમાચારો પણ છે...