અમદાવાદમાં લિગલ એકેડમી બિલ્ડિંગનું આજે ઉદ્દઘાટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | અમદાવાદ ખાતે યોજાનાર લીગલ એકેડેમી િબલ્ડીંગનાં ઉદ્દઘાટન સમારોહ કાર્યક્રમમાં ભાવનગરની તમામ અદાલતનાં ન્યાયમૂર્તિઓ તા.17ને શનિવારે અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે.

અમદાવાદમાં િનર્માણ પામેલ લીગલ એકેડેમી બિલ્ડીંગનું તા.17ને શનિવારે સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ પી.એસ.ઠાકુરનાં હસ્તે ઉદ્દઘાટન સમારોહ યોજાનાર છે. જેમાં રાજ્યની જુદી-જુદી કોર્ટોનાં ન્યાયમૂર્તિઓ સાથે ભાવનગરની તમામ અદાલતોનાં જજ પણ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવા આજરોજ રવાના થયા છે. જજોને અમુક સમયાંતરે જે ટ્રેનીંગ આપવામાં આવે છે. તેના નવા બિલ્ડીંગનો ઉદ્દઘાટન કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે. િબલ્ડિંગમાં રાજ્યભરના જજોને તાિલમ આપવા સહિતના કાર્યક્રમો સમયાંતરે યોજાશે. ન્યાયમૂિર્ત માટેના તાિલમ ભવનને કારણે જજો ન્યાયતંત્રની પ્રક્રિયા અને કાયદામાં થઇ રહેલા ફેરફારો અંગે વાકેફ થશે અને તટસ્થ ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની હાજરીમાં

અન્ય સમાચારો પણ છે...