તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરા મેડિકલની બેઠકો ભરવાની અંતિમ તારીખ 29મી નવેમ્બર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 26 નવેમ્બર

મેડિકલપ્રવેશ સમિતિ દ્વારા પેરા મેડિકલમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ પેરા મેડિકલની હોમિયોપેથી અને આયુર્વેદની ખાલી પડેલી બેઠકો ભરવાની સત્તા કોલેજ સંચાલકોને સોંપી દેવામાં આવી છે. જેમાં તા.૨૨મી નવેમ્બર સુધીમાં કોલેજ સંચાલકોએ બેઠકો ભરી દેવાની સૂચના આપવામાં આવી હતી. પણ હવે આયુષ વિભાગ દ્વારા ખાલી બેઠકો ભરવાની મર્યાદા વધારીને ૨૯મી નવેમ્બર કરી દેવામાં આવી છે.આ વર્ષે કોઇને કોઇ કારણે પેરા મેડિકલમાં પ્રવેશ માટે સળંગ પાંચ વખત મુદતો વધારવામાં આવી છે.

આયુષ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સળંગ પાંચ વખત ખાલી બેઠકો ભરવાની મુદતમાં વધારો કરી દેવામાં ...અનુસંધાનપાના નં.08

આવ્યોછે. એટલુ નહી જે દિવસે મુદત પુરી થયા પછી એટલે કે તા.15મીએ કલોલમાં એક હોમિયોપેથી કોલેજને મંજુરી આપવામાં આવી હતી. આજ રીતે તા.૨૨મીએ ખાલી બેઠકો ભરવાની મુદત પુરી થતી હતી ત્યારે લીમડીમાં એક હોમિયોપેથી કોલેજને મંજુરી આપવામાં આવી છે. આમ, જે દિવસે ખાલી બેઠકો ભરવાની મુદત પુરી થતી હોય તેજ દિવસે નવી કોલેજોને મંજુરી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે હોમિયોપેથીમાં 17 અને આયુર્વેદમાં અંદાજે 10 જેટલી સ્વનિર્ભર કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે.

વર્ષે હોમિયોપેથી અને આયુર્વેદની ખાલી

પડેલી બેઠકો ભરવા માટે તારીખ પે તારીખ

અન્ય સમાચારો પણ છે...