તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

,ભાવનગર , સોમવાર, 27 નવેમ્બર, 2017

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલૂન (હોંગકોંગ) | 26 નવેમ્બર

ભારતનીપીવી સિંધૂને હોંગકોંગ ઓપન સુપર સીરિઝ બેડમિન્ટનની ફાઇનલમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત તાઇ જૂ યિંગ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વની ત્રીજી ક્રમાંકિત સિંધૂને ચાઇનીઝ તાઇપેઇની યિંગે 21-18, 21-18થી હરાવી હતી. યિંગે ગયા વર્ષે પણ હોંગકોંગ ઓપનની ફાઇનલમાં સિંધૂને હરાવી હતી. ચિંગ સામે સિંધૂનો સતત ચોથો પરાજય છે અને તાઇપેઇની ખેલાડી સિંધૂ સામે કારકિર્દીમાં 8-3નો રેકોર્ડ ધરાવે છે. યિંગ ત્રીજી વખત હોંગકોંગ ઓપનમાં ચેમ્પિયન બની છે.

સતત પાંચમી ટૂર્નામેન્ટ રમી રહેલી સિંધૂને યિંગે 44 મિનિટમાં હરાવી હતી. સિંધૂ ચાલુ વર્ષે ચાર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. જેમાં તેણે ઇન્ડિયન ઓપન તથા કોરિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. યિંગ ચાલુ વર્ષે પાંચમી સુપર સિરીઝ ટૂર્નામેન્ટ જીતી છે. રનર્સ-અપ બનેલી સિંધૂને પ્રાઇઝ મનીના સ્વરૂપે 9.8 લાખ રૂપિયા મળશે.

04

બેવડીસદી સુકાની તરીકે બ્રેડમેન, ગ્રીમ સ્મિથ તથા માઈકલ કલાર્કે નોંધાવી છે.

213

રનનીઈંનિગ્સમાં કોહલીએ 17 બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી.

લારાની 5 બેવડી સદીનો રેકોર્ડ સરભર

કોહલીએસુકાની તરીકે ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વખત 200 કે તેથી વધારે રનનો સ્કોર નોંધાવ્યો છે. મામલે તેણે વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાના રેકોર્ડની બરોબરી કરી છે. બેવડી સદીના મામલે કોહલીએ બ્રેડમેનના (4) રેકોર્ડને તોડી નાખ્યો છે.

સચિનથી સવાયો બન્યો ટેસ્ટ કારકિર્દીમાં કોહલીએ 19મી સદી નોંધાવી છે. માટે તેણે 104 ઇનિંગ્સનો સમય લીધો હતો. ટેસ્ટમાં સર્વાધિક 51 સદી નોંધાવનાર સચિને પોતાની 19મી સદી 105મી ઇનિંગ્સમાં નોંધાવી હતી. ફાસ્ટેસ્ટ 19 સદીનો રેકોર્ડ ડોન બ્રેડમેન (53 ઇનિંગ્સ)ના નામે છે.

બ્રેડમેન કરતાં સારો કન્વર્ઝન રેટ

સુકાનીકોહલી 16મીવખત 50ના સ્કોરથી આગળ વધ્યો છે અને તેમાં 12 વખત તેને સદીમાં ફેરવ્યા છે. 75 ટકા 50 પ્લસ સ્કોરને 100માં ફેરવ્યો છે. સર ડોન બ્રેડમેનનો કનવર્ઝન રેટ 67 પર્સન્ટેજ હતો.

એક વર્ષમાં પોન્ટિંગ, સ્મિથ કરતાં વધારે સદી

2017નાવર્ષમાં કોહલીએ 10મી ઇન્ટરનેશનલ સદી ફટકારી છે. તેમાંની ચાર ટેસ્ટમાં તથા વન-ડેમાં નોંધાઇ છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ તથા સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથના (બંનેને 9-9 સદી) રેકોર્ડને તોડી નાખ્યો છે.

12

5

1

4

3

2

સુકાની તરીકે ગાવસ્કરની સદીનો રેકોર્ડ તોડ્યો

વિરાટકોહલીએ સુકાની તરીકે 12મી સદી નોંધાવી છે. લિટર માસ્ટર તરીકે જાણીતા સુનિલ ગાવસ્કરની 11 સદીના ભારતીય રેકોર્ડને તેણે તોડ્યો છે. કોહલીએ 31 ટેસ્ટમાં તથા ગાવસ્કરે 11 સદી માટે 47 ટેસ્ટ મેચનો સમય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...