તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • નિર્દોષાનંદજીની પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષાવિધિ

નિર્દોષાનંદજીની પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષાવિધિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રહ્મલીનશ્રીનિર્દોષાનંદજી સરસ્વતીની ધર્મસેવા પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષાવિધિ સંપન્ન થઇ છે. ઋષિકેશ ખાતે ભોલાનંદજી બ્રહ્મચારી તથા સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષાવિધિ યોજાઇ હતી.

ગોહિલવાડના ગૌરવ સમાન ટીંબી સ્થિત આરોગ્ય સંસ્થાના પ્રણેતા સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થતા તેમના પાર્થિવદેહને ઋષિકેશ ખાતે ગંગામૈયામાં જળ સમાધિ દ્વારા વિસર્જીત કરાયેલ, જયાં સ્વામિજીની પરંપરાને આગળ ધપાવવા સ્વામિજીના અંતેવાસી ભોલાનંદજી બ્રહ્મચારી તથા સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષાવિધિ કરવામાં અાવી હતી.

બ્રહ્મલીન નિર્દોષાનંદજી સરસ્વતિની ધર્મસેવા પરંપરા સાથે સંકળાયેલા સૌરાષ્ટ્ર ક્ષેત્રના પચ્ચીસ કરતા વધુ આશ્રમ ધર્મસ્થાનોની સદપ્રવૃતિ સતત વહેતી રહે તે માટે ઋષિકેશ ખાતે અાશ્રમ પરિવારના અગ્રણી કાર્યકર્તા સેવક સંતોની ઉપસ્થિતિમાં ઉચિત ધાર્મિક દિક્ષા વિધિ સંપન્ન થઇ છે. સ્વામી દ્વારા જીવન પર્યંત જીવ અને શિવના સમન્વય માટે પરંપરા માટે અનુયાયી શિષ્યો ભોલાનંદજી બ્રહ્મચારી તથા સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષા વિધિ થઇ છે.

સ્વામિશ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી આશ્રમ પરિવાર માટે અનુયાયી સંતો સિવાય કોઇ પાસે અધિકારો રહેશે નહિ તેમ પરિવારના આગેવાનો દ્વારા સુચિત કરાયેલ છે.

ઋષિકેશ ખાતે ભોલાનંદજી બ્રહ્મચારી તથા સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષા વિધિ કરાઇ

અન્ય સમાચારો પણ છે...