તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિઝીક્સ ભવનનું ચુંબકીય તરલ િવશ્વ િવખ્યાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મોલબટ બ્યૂટિફૂલ ગણાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક કાર્ય માટે નહીં, નોંધપાત્ર સંશોધનો માટે અમેરિકા સુધી પ્રચલિત છે. અહીંના ભૌતિકશાસ્ત્ર ભવનમાં વિકસાવવામાં આવેલા ચુંબકીય તરલને પેટન્ટ પ્રાપ્ત થઇ છે.

ચુંબકીય તરલને લગતા અલગ અલગ સંશોધનો થાય છે, સૌપ્રથમ વાર પ્રોફેસર આર.વી.મહેતાની આગેવાની નીચે ચુંબકીય તરલ વિકસાવવામાં આવ્યુ હતુ. ચુંબકીય તરલ ફેરાઇટના નેનો કદ ધરાવતા કણોથી બનેલું છે. જે કોઇ પ્રવાહી માધ્યમમાં વિતરીત થયેલા હોય છે તેને ફેરો ફ્લૂઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચુંબકીય તરલને જ્યારે ચુંબકની નજીક લાવવામાં આવે છે, ત્યારે ચુંબકની ક્ષેત્રરેખાઓ તરલમાંથી પસાર થતા રસપ્રદ એવા સ્પાઇક્સનું નિર્માણ થાય છે. જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભૌતિક હાજરી દર્શાવે છે. ગુણધર્મનો ઉપયોગ કરી ચુંબકીય તરલની જુદી જુદી શિલ્પકૃતિ બનાવવમાં આવી છે.

ભૌતિકશાસ્ત્ર ભવનમાં જુદા જુદા તરલ માધ્યમમાં જુદા જુદા ચુંબકીય તરલનું સંશ્લેશન કરવામાં આવ્યુ છે. તેના ગુણધર્મોને આધારે તેની અલગ અલગ ઉપયોગીતા છે. આપણે જાણીએ છીએ કે જો પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતાથી વધારે હોઇ તો તે ડૂબી જાય છે. પણ જો પદાર્થને ચુંબકીય તરલમાં યોગ્ય શક્તિવાળા ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે તો પદાર્થ સપાટી પર તરે છે. એક વિસ્મયજનક ઘટના છે, જેના ઉપયોગથી જુદી જુદી ઘનતાવાળા પદાર્થને અલગ કરી શકાય છે.

સાદી પ્રયોગ પધ્ધતિ દ્વારા ચુંબકીય સ્ફીયરમાં પ્રકાશને સૌપ્રથવાર ઓરડાના તાપમાને 600 મીલી સેકન્ડ સુધી સંગ્રહ કરવાની સિધ્ધિ હાંસલ કરી છે. સંશોધનની ઉપયોગીતા સુપર ફાસ્ટ ઓપ્ટિકલ કોમ્પ્યુટર્સ, ઓપ્ટિકલ સંદેશા વ્યવહાર, ઓપ્ટિકલ ડેટા સ્ટોરેજમાં અગત્યતા ધરાવે છે.

ગૌરવ | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં

સંશોધનને GUJCOST, UGCનું પ્રોત્સાહન

^ભાવનગરયુનિવર્સિટીમાં વિકસીત જુદા જુદા ચુંબકીય તરલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધન સંસ્થાઓ જેવી કે ફેરો ફ્લૂઇડ કોર્પોરેશન ફેરોટેક-USA, ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર, IITM-ચેન્નાઇને મોકલવામાં આવ્યા છે. ભૌતિકશાસત્ર ભવનને GUJCOST, DST, UGC જેવી સરકારી સંસ્થામાંથી સંશોધનને લગતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. >ડૉ.એસ.પી.ભટનાગર,ડીન,ડીપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, એમ.કે.ભાવનગર યુનિવર્સિટી

અવકાશમાં વપરાતા સાધનોમાં ચુંબકીય તરલનો ઉપયોગ થાય છે

અન્ય સમાચારો પણ છે...