• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં 4.19 લાખ હેકટરમાં ખરીફ વાવેતર કાર્ય પૂર્ણ

ભાવનગર જિલ્લામાં 4.19 લાખ હેકટરમાં ખરીફ વાવેતર કાર્ય પૂર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરજિલ્લામાં સતત અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સતત વરસાદી માહોલમાં ભાવનગર જિલ્લામાં ખરીફ પાકમાં કુલ 4,19,100 હેકટર જમીનમાં વાવણી કાર્ય પૂર્ણ થયું છે. જેમાં 2,11,100 હેકટર જમીનમાં એકલા કપાસનું વાવેતર કાર્ય થયું છે. જ્યારે મગફળીનું વાવેતર 92,900 હેકટર જમીનમાં થયું છે.

ભાવનગર જિલ્લામાં વર્ષે સિઝનમાં એકંદરે સંતોષકારક કહી શકાય એવો 290 મી.મી. એટલે કે 11.6 ઇંચ વરસાદ વરસી ગયો છે. જે સિઝનના કુલ વરસાદના 5 ટકા જેવો થાય છે. ત્યારે ગોહિલવાડ પંથકમાં મગફળી, કપાસ, બાજરો, શાકભાજી સહિતના પાકની વાવણી થઇ છે. જેમાં પ્રથમ ક્રમે દર વર્ષની જેમ વર્ષે પણ રોકડીયો પાક ગણાતો કપાસનું વાવેતર છે. જિલ્લામાં કુલ વાવેતર 4,19,100 હેકટર જમીનમાં પૂર્ણ થયું છે તે પૈકી 2,11,100 હેકટર એટલે કે અડધો અડધ વિસ્તારમાં તો એકલા કપાસનું વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ઉપરાંત મગફળીનું વાવેતર ગત વર્ષની તુલનામાં વધીને વર્ષે 92,900 હેકટર જમીનમાં થયું છે.

ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસના હવે બીજા સપ્તાહમાં ધીમી ધારે કટકે કટકે પાક માટે તો કાચા સોના જેવો વરસાદ વરસ્યા બાદ હવે સૂર્યનારાયણે પણ દેખા દેવાનો આરંભ કર્યો છે. બધા ખરીફ પાક માટે સારા લક્ષણો છે.

આગેકૂચ| ગોહિલવાડમાં હાલ વરસી રહેલું કાચુ સોનું

બાજરાના વાવેતરમાં

ભાવનગર રાજ્યમાં બીજા ક્રમે

બાજરાનુંવાવેતર ભાવનગરમાં અનાજના મુખ્ય વાવેતરમાં ચોમાસુ પાકમાં ગણવામાં આવે છે. વર્ષે ભાવનગર જિલ્લામાં બાજરાનું અત્યાર સુધીમાં કુલ વાવેતર 31,400 હેકરટમાં થયું છે. રાજ્યમાં તે બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે 43,300 હેકટર વાવેતર સાથે બનાસકાંઠા છે. જ્યારે 21,300 હેકટર વાવેતર સાથે ખેડા રાજ્યમાં ત્રીજા ક્રમે છે.

જિલ્લામાં ક્યા પાકનું

કેટલું વાવેતર

પાકકુલ વાવેતર

કપાસ2,11,100 હેકટર

મગફળી 92,900 હેકટર

બાજરો 31,400 હેકટર

ઘાસચારો 60,800 હેકટર

તલ 9,100 હેકટર

મગ 3,700 હેકટર

શાકભાજી 5,200 હેકટર

અડદ 2,300 હેકટર

તૂવેર 1,300 હેકટર

જિલ્લામાં 2,11,100 હેકટર સાથે કપાસ પ્રથમ ક્રમે અને 92,900 હેકટરની સાથે મગફળી બીજા નંબરે

અન્ય સમાચારો પણ છે...