સોમવારની સવાર પડી...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દાસભાઇ હાથમાં દાતણ સાથે ગેલેરીમાં પ્રવેશે છે)

જોયુને... આખુ ગુજરાત

હા દાસભાઈ આખુ ગુજરાત પાણી પાણી થઈ ગયું છે.

તે થાય ને. રોજ સવારે ઊઠીને બધા બોલતા હતા રૂપાણી... રૂપાણી... તો હવે લ્યો. રૂપાણીના રાજમાં બધે પાણી પાણી થઈ ગયું.

દાસભાઈ બધે ભલે પાણી પાણી થઈ ગયું હોય પણ આપણે ભાવનગરમાંતો હજી છાંટો છાંટો છે.

હા ભાઈ જુનાગઢ, અમરેલી, રાજકોટ અરે સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર પડયો પણ આપણે ભાવનગરમાં હજી મન મુકીને મેઘો વરસતો નથી.

દાસભાઈ બધા મેગા સિટીની હાલત મેઘા સિટી થઈ ગઈ છે અને આપણે કોરાધાકોડ છીએ.

બેટમજી ગુજરાત આખામાં ભલે રૂપાણી રૂપાણી બોલાતુ હોય પણ આપણે ત્યાં તો વાઘાણી વાઘાણી બોલાય છે હો.

હા દાસભાઈ એની ક્યાં ના છે પણ રૂપાણીની જેમ વાઘાણી ફળવા જોઈએને.

લે... GST આવ્યો કે નહીં ? અમે વેપારીઓ તોત્યારથી વા... ઘાણી, વા...ઘાણી બોલીએ છીએ. બાકી વરસાદ ભલે ઓછો હોય પણ સરકારની યોજનાનું ભાવનગરમાં બરોબરનું પાલન થાય છે.

લે દાસભાઈ ભાવનગરમાં વળી કઈ સરકારી યોજના ‘ઊડીને આંખે વળગી ?’ રોડમાં 500 કરોડ નાખ્યાને બધા ધોવાઈ ગયા એટલે કહો છો ?

અરે ના... ભાઈ...ના. રસ્તા તો બને અને તૂટે સરકારી નહીં ‘ભાજપી ફંડફાળા’ની યોજના છે પણ હું તો ગોકુળગ્રામ યોજનાની વાત કરૂ છું.

વાહ... દાસભાઈ વાહ... રસ્તે રખડતા ઢોરના ત્રાસની તમે કેવી સુંદર ભાષામાં રજૂઆત કરી છે. જન્માષ્ટમીને તો હજી બે સપ્તાહની વાર છે પણ રખડતા ઢોરની અડફેટે લોકો અત્યારથી ઘાયલ થવા લાગ્યા છે.

અરે ભાઈ ભાવનગર તો આમેય ઘાયલ થયેલું છે. જોવોને ગામમાં વરસાદ નથી પણ વગર વરસાદે બહાર જવાના બધા રસ્તા બંધ છે એટલે આમેય િવખુટા પડી ગયા છીએ.

દાસભાઈ િવખૂટી તો કોંગ્રેસ પડે છે. શંકરસિંહ બાપુએ રામરામ કર્યા પછી ટપોટપ વિકેટો ખડવા માંડી એટલે ‘ફોલોઓન’માંથી બચવા કોંગ્રેસના બધા ધારાસભ્યોને સાગમટે બેંગલુર લઈ જવા પડ્યા. ધારાસભ્યોને ખરીદવા માટે કરોડો ખર્ચાય છે. સાલુ આપણે તો વેપાર ધંધામાં પાંચ-છ આંકડાથી મોટો આંકડો ક્યારેય જોયો નહીં.

હા ભાઈ રાજ્યસભામાં અહેમદ પટેલને મોકલવા માટે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરે છે. પણ ગુજરાત તો ઠીક દેશભરમાં ‘રાજકીય ચોપાટ’ની રમત શરૂ થઈ છે અને ગાંડી થયેલી ભાજપની કુકરી રસ્તામાં જે આવે તેને પાડી દેવાના મૂડમાં છે.

હા દાસભાઈ િબહારમાં રાતોરાત ભાજપમાં ભળી જનતાદળના િનતીશકુમારે ભાજપને સત્તામાં ભાગીદારી આપી દીધી છે. હવે યુપીમાં તોડફોડ શરૂ થઈ છે પછી દિલ્હી અને પં.બંગાળનો વારો પાડવાનો છે.

ભાઈસાબ િવરોધપક્ષ વગરની લોકશાહીએ ખતરારૂપ છે. જોવોને કોર્પો.માં િવરોધપક્ષ છે તો મુનશીટાપલીનો કાન પકડી શકે છે ને ?

હા દાસભાઈ કહેવત તો એવી છે કે ‘ખાડો ખોદે તે પડે’ પણ શહેરમાં ખાડો મ્યુ.તંત્ર ખોદે છે ને મચ્છરો પ્રજાને કરડે છે.

બેટમજી એટલે તો કોંગ્રેસના કોર્પોરેટરોએ જનરલ સભામાં મ્યુ.તંત્રનો ઊધડો લીધો હતો. બાકી શાળાઓ ખખડધજ છે અને મ્યુ.તંત્રની શિક્ષણ સમિતિ ઓફિસના રીપેરીંગ પાછળ લાખો રૂપિયા ખર્ચવાની છે.

હા દાસભાઈ સ્ટીયરીંગ કમિટિ આવ્યા પછી ભાજપની ભ્રષ્ટાચારની ગાડી પૂરજોશમાં છે ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામોને કાયદેસર કરાવી દેવા િદનદયાળ ભવનમાં દુકાન ખુલી છે પણ ભાવ બહુ ઊંચા હોવાની ચર્ચા છે.

ભાઈસાબ ભાવ ગમે તેટલો આવે તોય ભાવનગર કોંગ્રેસમાં કોઈ મોટુ ગાબડુ પડે એમ નથી.હા શંકરસિંહ બાપુના ટેકેદારો છે પણ બધાને ભગવો રંગ ચડે એમ નથી.

દાસભાઈ રંગ તો તમને બરાબર લાગી ગયો છે. રવિવારે કૃષ્ણનગર જૈન ઉપાશ્રયમાં ‘નેમ-રાજુલ િવવાહ’ના કાર્યક્રમમાં કાંઈ જબરી જમાવટ થઈ હતી ને?

હા ભાઈ શ્રાવણ મહિનામાં મંદિરો-હવેલીઓ અને દેરાસર-ઉપાશ્રયોમાં ‘ધર્મનું ઘોડાપુર’ જોવા મળે છે.

દાસભાઈ ઉત્તર ગુજરાતમાં અને અમદાવાદમાં વરસાદી પૂર શમી ગયું છે પણ ગાંધીનગરમાં કોંગ્રેસમાં સૂનામી આવી છે તેનાથી પક્ષ બચશે કે પછી...

(અંદરથી અવાજ) તમે દરવખતે ભલે બચી જાવ પણ રજાઓમાં તમે બચવાના નથી. 15 ઓગસ્ટની રજામાં બહાર ફરવા નથી લઈ ગયાને તો રસોડામાં હડતાલ પાડશું.

દાસભાઈ તમારે શ્રાવણ મહિનાના એકટાણા કરવાના હોય તો ભલે કરો પણ મારા બેનને નારાજ કરીને ‘રસોડે હડતાલ’ પડાવાતી હશે ?

અરે ભાઈ તમારા બેનનો ફરવાનો શોખ પુરો કરીશુ ત્યાં ધડિંગધોમ ગરબાનો શોખ આવી જશે.

બસ બધાથી ટેવાયા છીએ એટલે નોટબંધીને જીએસટી જેવા એટેક સહન કરી શકીએ છીએ.

હશે દાસભાઈ સંસાર છે ચાલ્યા કરે પણ તમારા મિત્રના શું સમાચાર છે ?

અરે ભાઈ અમારા મિત્રએ જેલમાં ફાંસી અપાય તેની વિગત વાંચી.

સવારે 5-30 કલાકે ઉઠી જવાનું.

ત્યારપછી સગા-સંબંધી સાથે વાતો કરવાની,

નાહી ધોઈને નવા કપડા પહેરવાના

ભગવાનનું નામ લઈ તેને લગતા ગીતો સાંભળવાના

મનગમતો નાસ્તો કરવાનો.

િવગત વાંચી મિત્રએ મને ફોન કર્યો કે, ‘યાર કેદીની િદનચર્યા વાંચી અને મને મારા લગ્ન યાદી આવી ગયા..’

બધુ સેઈમ ટુ સેઈમ !!

તમે સમજ્યા...?

-તારક શાહ

અન્ય સમાચારો પણ છે...