રામદાસ આશ્રમમાં હરદ્વારના સ્વામિના પ્રવચનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરના મેઘાણી સર્કલ પાસે આવેલ રામદાસ આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે ખાસ હરિદ્વારથી ગુરૂમંડળ આશ્રમના મહામંડલેશ્વર સ્વામી રામસ્વરૂપજીના શિષ્ય ભગવતસ્વરૂપજી મહારાજના ગુરૂતત્વ, વેદાંત, શ્રૃતિ, સ્મૃતિ, પુરાણોકત જેવા વિષયો પર ધો.8 અોગસ્ટ સુધી દરરોજ સાંજના પ્રવચનો આપી રહ્યા છે. જેમાં આજે ગુરૂનો મહિમા વર્ણવતા સ્વામીજીએ ગુરૂને સમર્પણ થનારને મોટા મોટા યજ્ઞો કરવા છતાં પણ મુક્તિ મળતી નથી. અને ગુરૂને પ્રસન્ન કર્યા વગર કામ, ક્રોધ, મદ, મોહ જેવા માનવમાં રહેલા દુર્ગુણો નાશ પામતા નથી. જેવી બાબતો અંગે જણાવ્યુ હતુ મોટા પ્રમાણમાં ધર્મપ્રેમી ભાઇ બહેનો લાભ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...