તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવેમ્બરનો અંત આવ્યો હજી ઠંડી જામતી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરવર્ષની તુલનામાં વર્ષે ભાવનગર શહેરમાં નવેમ્બરના આરંભ અને દિવાળી બાદ તરત 17 ડિગ્રીથી 18 ડીગ્રી સેન્ટીગ્રેડે ગુલાબી ઠંડી પડવા લાગી હતી અને નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં તો કડકડતી ઠંડી શરૂ થઇ જશે તેવી આશા બંધાયેલી પણ આશા વર્ષે ઠગારી નીવડી છે અને નવેમ્બરના 29 દિવસ વિત્યા છતાં રાત્રે તાપમાન 17.2 ડીગ્રી સેન્ટીગ્રેડ રહેતા હજી સુધી શહેરમાં કડકડતી ઠંડી શરૂ થઇ નથી. માત્ર બે ત્રણ દિવસ માસમાં એવા આવ્યા જેમાં ઉષ્ણતામાન 16 ડીગ્રી આસપાસ રહ્યું હતુ બાકી તો 17થી 19 ડિગ્રી ઉષ્ણતામાન રહેતા હજી શિયાળાની ઠંડી જામી નથી.

ભાવનગર શહેરમાં વર્ષે નવેમ્બરની મધ્યમાં શિયાળો જામી જશે અને કડકડતી ઠંડી પડશે તેવો માહોલ જામ્યો હતો પણ હજી સુધી આવી ઠંડી પડી નથી. આજે શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 17.2 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યારે બપોરે મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા હજી બપોરના સમયે શિયાળો અનુભવાતો નથી. ભાવનગર શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 27 ટકા રહ્યું હતુ જ્યારે પવનની સરેરાશ ઝડપ સાત કિલોમીટર રહી હતી.

સામાન્ય કરતા એક

ડિગ્રી તાપમાન વધુ

ભાવનગરશહેરમાં બપોરે અને રાત્રે તાપમાન સામાન્ય સંજોગો કરતા એકાદ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ રહે છે. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન નવેમ્બરના અંતમાં 16 ડીગ્રી સેન્ટીગ્રેડ રહેતું હોય છે પણ તે વધીને 17.2 ડિગ્રી નોંધાયું તો આવી રીતે બપોરે તાપમાન 30 ડીગ્રી હોવું જોઇએ તે વધીને 31.6 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

પવનની ઝડપ 7 કિલોમીટર નોંધાઇ

ભાવનગર શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 17.2 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ

અન્ય સમાચારો પણ છે...