તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરની 312 ગ્રામ પંચાયતો માટે 5.02 લાખ મતદાતા નોંધાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યચૂંટણી આયોગ દ્વારા રાજ્યની અંદાજિત 10,138 ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય તથા મધ્યસત્ર, પેટા ચૂટણીની જાહેરાત કરાઈ છે. જેમાં ભાવનગર જિલ્લાની 312 ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ 5,02,951 મતદાતા�ઓ મતદાન કરશે.

ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તા. 10 ડીસેમ્બર,2016, ઉમેદવારીપત્રો ચકાસણીની તા. 12 ડિસેમ્બર, ઉમેદવારીપત્ર પરત ખેચવાની તા. 14 ડિસેમ્બર અને મતદાનની તારીખ અને સમય તા. 27 ડિસેમ્બરે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. જરૂર જણાયે ફેર મતદાન તા. 28 ડિસેમ્બરે યોજાશે. મતગણતરી તા. 29 ડિસેમ્બરે થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાની 312 ગ્રામપંચાયતો તથા 2680 વોર્ડ સભ્યોની બેઠકો કે જ્યાં નિયત સમય મર્યાદા પૂર્ણ થતાં ચૂંટણી�ઓ યોજાશે. તા. 27 ડિસેમ્બરના રોજ કુલ 280 વોર્ડમાં 895 મતદાન મથકો પર મતપત્રકોથી મતદાન થશે. તા.29 ડિસેમ્બરના રોજ તાલુકા મથકોએ મતગણતરી કરાશે. મતદાતાની વિગતો જોઈએ તો પુરૂષ મતદાતા 2,65,557 છે જ્યારે સ્ત્રી મતદાતા 2,37,394 છે તો કુલ મતદાતા 5,02,951 છે. ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ �ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે.મતદારોએ તેમનો મત મતપત્ર પર એરોક્રોસ માર્ક સિક્કાથી નોધવાનો રહેશે.

ભાવનગર જિલ્લાની 312 ગ્રામ પંતાયતોની યોજાનાર ચૂંટણીઓ માટેની પ્રક્રિયા સરકારી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. તા.14 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન માટે કોઇ બિનઇચ્છનીય બનાવ બને નહીં તેના માટે પણ તકેદારીના તમામ પગલાઓ ભરવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થાને ચૂસ્ત બનાવવામાં આવશે.

ગ્રામ પંચાયતોમાં સૌ પ્રથમ વખત નોટાનો ઉપયોગ

ગુજરાતહાઈકોર્ટના તા. 30-10-2015ના આદેશ અનુસાર નોટાનો અમલ કરાશે. અગાઉ લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થયો હતો અને હવે ગ્રામ પંચાયતમાં નોટાનો ઉપયોગ થશે.

ભાવનગર જિલ્લાની 312 ગ્રામપંચાયતો તથા 2680 વોર્ડ સભ્યોની ચૂંટણી તારીખ 27મી ડિસેમ્બરે યોજાશે

પ્રક્રિયા| પુરૂષ 2,65,557 અને સ્ત્રી મતદાતા 2,37,394

અન્ય સમાચારો પણ છે...