તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મહુવા ડુંગળીના ડીહાઇડ્રેશન પ્રોડક્ટના નિકાસનું હબ બનેલ છે. આજે મહુવા

મહુવા ડુંગળીના ડીહાઇડ્રેશન પ્રોડક્ટના નિકાસનું હબ બનેલ છે. આજે મહુવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા ડુંગળીના ડીહાઇડ્રેશન પ્રોડક્ટના નિકાસનું હબ બનેલ છે. આજે મહુવા ડુંગળીના વેપારમાં વિશ્વમાં 2જા નંબરે છે. જો ખેડૂતોનો સાથ સહકાર મળે તો મહુવા ડુંગળીના વેપારમાં વિશ્વમાં નં.1 બની શકે છે.

ગુજરાત રાજ્ય દેશનું ઓનીયન ડીહાઇડ્રેશન પ્રોડકટ નિકાસ કરતું પ્રથમ નંબરનું રાજ્ય છે. રાજયના પ્રથમ નંબર ની પ્રપ્તિમાં ભાવનગર જીલ્લાના મહુવાનો ખૂબજ ઉચ્ચો સહયોગ છે. મહુવા કુલ નિકાસમાં 75 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. મહુવામાંથી પ્રતિવર્ષ 65 હજાર ટન ડી-હાઇડ્રેટેડ ડુંગળી એક્સપોર્ટ કરવામાં આવે છે.

મહુવા ઓનીયન ડીહઇડ્રેશન ગુડ્ઝની નિકાસમાં નં.2 થી નં. 1 ઉપર ઝડપથી પહોચે તે માટે ખેડૂતોએ કોઇપણ ભય વિના નિકાસ માટે જરૂરી ગુણવત્તાવાળી જાતનું ઉત્પાદન વધારવાની જરૂર છે. મહુવામાં ડીહાઇડ્રેશન યુનિટની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી હોય ખેડૂતોએ ઉત્પાદન કરેલ ડુંગળીનું વેચાણ પૂરતા ભાવે ચપોચપ થઇ શકે તેમ છે.

કેન્દ્ર સરકર દ્વારા ઓનીયન ડીહાઇડ્રેશન પ્રોડક્ટની નિકાસ નીતીમાં યોગ્ય ફેરફાર કરી નિકાસ વધારવા વિવિધ પ્રોત્સાહનો આપે તો ખેડૂતોને વરસાદની અનિશ્ચિતતાના કારણે કાચામાલનો પુરવઠો સૌરાષ્ટ્ર અને નાસિકમાં વાવણી કરતા ખેડૂતોને ડુંગળીના ભાવની વધઘટના કારણે થતા નુકશાન સામે રક્ષણ મળી શકે અને ખેડૂતોને પુરતો ભાવ મળે જેથી ડુંગળીના ઉત્પાદનમાં ઘટ ઉભી થાય. માટે એસોસીએશનના પ્રમુખ વિઠ્ઠલભાઇ કોરડીયા અને કારોબારી સભ્યોશ્રીઓએ કેન્દ્રસરકારના દરેક ડીપાર્ટમેન્ટને અને સાંસદ નારણભાઇ કાછડીયા, ડો.મનસુખભાઇ માંડવીયા, ભારતીબેન શીયાળને પણ ઉદ્યોગની મુશ્કેલીની જાણ કરવામાં આવેલ છે. એક ડીહાઈડ્રેશન એકમમાં અંદાજે સરાસરી 100 કારીગરોને રોજગારી મળે છે. મહુવામાં 100 જેટલા ડિહાઇડ્રેશન એકમ છે જેના પરીણામે મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ મજુરોને રોજી મળે છે. આથી કેન્દ્ર સરકારે ઓનીયન ડીહાઇડ્રેશન ઉદ્યોગનો વિકાસ થાય તેવી નિતી વહેલી તકે જાહેર કરવી જરૂરી છે. ડીહાઇડ્રેશન ઉદ્યોગ સરકારને રૂ.1000 કરોડ જેટલુ હુંડિયામણ કમાવી આપે છે. કુલ 80 ટકા માલની નિકાસ થાય છે. ઉદ્યોગ માટે સારા દિવસો આવે તે માટે કેન્દ્ર સરકાર વહેલી તકે પ્રોત્સાહન ખેડૂત અને ડિહાઇડ્રેશન એકમો માટે જાહેર કરવા જરૂરી છે.

મહુવામાં સફેદ ઓનીયન ડીહાઇડ્રેશન ઉદ્યોગ હાલ વિશ્વમાં બીજા નંબરે છે. ઉદ્યોગ નંબર 1 ઉપર આવી શકે તેમ છે. જો તેમ થાય તો ખેડુતોને ભાવ સારા મળે અને દેશને ઉંચુ હુડિયામણ મળે અને વેપાર ડબલ થાય. ડિહાઇડ્રેટ ડુંગળી સને 2006માં 15,800 ટન થઇ હતી. જેમા 4 ગણો વધારો થવા પામેલ છે. 2016માં 65000 ટન ડિહાઇડ્રેટ ડુંગળીનો નિકાસ થયેલ છે. ખેડૂતો વધુમાં વધુ વાવેતર કરે તો પણ ફ્રેશ અને ડિહાઇડ્રેશન દ્વારા નિકાસથી માલનો પુરતા પ્રમાણમાં નિકાલ થઇ શકે છે. જેના કારણે ડુંગળીની માંગ વધશે જેનો લાભ ખેડુતોને થશે.

મહુવા વિશ્વમાં ડુંગળીના વેપારના હબ તરીકે પ્રખ્યાત બનેલ છે જેનો સિદ્ધો લાભ ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...