તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરનું ગૌરવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રનાલક્ષણ પારણામાં અને મોરના ઇંડા ચીતરવા પડે, બંને ગુજરાતી કહેવતોને ચરિતાર્થ કરતા ભાવનગરના હાર્વિક દેસાઇએ પિતાના પગલે ક્રિકેટમાં કાઠું કાઢ્યુ છે અને ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા છે.

એક વાતચીતમાં હાર્વિક દેસાઇએ જણાવ્યુ હતુકે, મારા પિતા મનિષ દેસાઇ શાળાકીય ક્રિકેટમાં વિકેટ કીપર બેટ્સમેન હતા અને હું નાનો હતો ત્યારથી એકપણ રમકડાં વડે રમ્યો નથી, પાંચ વર્ષની ઉંમરે પ્રથમ વખત બેટ હાથમાં લીધુ છે, ત્યારથી ક્રિકેટ ક્ષેત્રે કાંઇક કરી બતાવવા માટેની તમન્ના રહી છે.

10 વર્ષની ઉંમરે નિયમીત ક્રિકેટ પ્રેક્ટિસ સર ભાવસિંહજી ક્રિકેટ કલબ ખાતે શરૂ કરનાર હાર્વિક માત્ર 12 વર્ષની ઉંમરે નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા હતા. બીસીસીઆઇ દ્વારા રમાડવામાં આવતી અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાર્વિક સતત 3 વર્ષ સુધી સૌરાષ્ટ્ર વતી રમી ચૂક્યા છે. ગત વર્ષે અંડર-19માં પસંદગી પામ્યા બાદ લીગ તબક્કામાં 800 રન નોંધાવી સમગ્ર ભારતમાં ટોપ થ્રી બેટ્સમેનોમાં સામેલ થયા હતા. ઉપરાંત હાર્વિક જૂનિયર ચેલેન્જર ટ્રોફીમાં ઇન્ડીયા બ્લૂ વતી પણ શાનદાર દેખાવ કરી ચૂક્યા છે.

હાર્વિકના પિતા મનિષ દેસાઇ પણ અગાઉ ક્રિકેટ રમી ચૂક્યા છે, અને તેઓએ જણાવ્યુ હતુકે, સર બીસીસી ખાતે એન.સી.ગોહિલ સર દ્વારા સતત માર્ગદર્શન મળી રહ્યુ છે. અમે લોકોએ ક્યારેય તેને સ્પોર્ટ્સની પસંદગી કરવા માટે દબાણ કર્યુ હતુ, પરંતુ પાંચ વર્ષે તેણે ક્રિકેટ બેટ ઉંચકી અને યોગ્ય સ્ટાન્સ કરી બતાવતા મને તેના પ્રત્યે ક્રિકેટમાં કાંઇક કરી બતાવશે તેવી આશા જન્મી હતી.

હાર્વિકના મતે નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતેના કોચિંગ કેમ્પ દરમિયાન રાહુલ દ્રવિડ અને અમોલ મઝુમદારે તેના બેટિંગના વિડીયો એનાલીસીસ કર્યા હતા અને જે ક્ષેત્રમાં ઇમ્પ્રૂવ કરવાની આવશ્યક્તા હતી ત્યાં પ્રેક્ટિસ કરી છે. રાહુલ દ્રવિડ હંમેશા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે.

ટીમ ઇન્ડીયામાં રમવાનું સપનુ છે : હાર્વિક દેસાઇ

સૌરાષ્ટ્રના 409 : હાર્વિક અને વિશ્વરાજસિંહે સદી ફટકારી

ભાવનગર| બીસીસીઆઇ દ્વારા રમાડવામાં આવતી અંડર-19 કૂચ બિહાર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્ણાટક સામે સૌરાષ્ટ્રે 409 રન નોંધાવ્યા છે. કર્ણાટકની ટીમે 1 વિકેટે 88 રન નોંધાવ્યા છે. સૌરાષ્ટ્રની ટીમે તેઓના ગઇકાલના સ્કોર 5 વિકેટે 301 રનથી આજે આગળ રમવાનું શરૂ કરતા 142.4 ઓવર્સમાં 409 રને ઓલઆઉટ થઇ ગયા હતા. ઇન ફોર્મ સુકાની હાર્વિક દેસાઇએ 125 રન ફટકારી અને રણજી ટ્રોફી ટીમમાં પ્રવેશ માટે દાવેદારી નોંધાવી છે. જ્યારે વિશ્વરાજસિંહ જાડેજાએ પણ 105 રન ફટકાર્યા હતા. લોઅર ઓર્ડરમાં ઓલરાઉન્ડર ચેતન સાંકરીયાએ 42 રનનું યોગદાન આપ્યુ હતુ. બીજા દિવસની રમત બંધ રહી ત્યારે કર્ણાટકે 1 વિકેટે 88 રન નોંધાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...