તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પગારની તારીખ આ‌વી છે, નાગરિકોને નાણાં સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરજો : HC

પગારની તારીખ આ‌વી છે, નાગરિકોને નાણાં સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરજો : HC

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | જિલ્લા સહકારી બેંકોને રદ્ થયેલી જુની ચલણી નોટો નહી સ્વીકારવા માટે કરેલા પરીપત્રને પડકારતી પિટિશનમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે કેન્દ્ર સરકારને હળવી ટકોર કરતા જણાવ્યું હતું કે, પગારની તારીખ આવી રહી છે, લોકોને સરળતાથી નાણાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવો. બીજી તરફ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ પાાઠવી જવાબ રજૂ કરવા આદેશ કરી કેસની વધુ સુનાવણી આગામી 5મી ડિસેમ્બર પર મુલત્વી રાખી છે. ભાવનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન નાનુભાઇ વાઘાણીએ એડવોકેટ બી.એમ. માંગુકિયા મારફત કરેલી રિટમાં જુની ચલણી નોટો સ્વીકારવા માટે કરાયેલા પરીપત્ર ગેરકાયદે, ગેરબંધારણીય છે. આરબીઆઇ તેમની પાસેથી રૂ.113 કરોડની ચલણી નોટો પણ સ્વીકારવાનો ઇન્કાર કરે છે. ચલણી નોટએ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલું વચન છે અને તે નોટ સ્વીકારવાનો કેન્દ્ર સરકાર ઇન્કાર કરી શકે.

અન્ય સમાચારો પણ છે...