તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મોબાઇલમાંથી ડેટા ડિલીટ થઇ જાય તો પણ પુન: સ્થાપિત થશે

મોબાઇલમાંથી ડેટા ડિલીટ થઇ જાય તો પણ પુન: સ્થાપિત થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલફોનમાં નવી નવી ટેકનોલોજી અપગ્રેડ થવા લાગતા સમસ્યાઓ પણ હળવી થવા લાગી છે. અગાઉના સમયમાં મોબાઇલમાં કોઇ તકનીકી ખામી સર્જાતો હતો ત્યારે તમામ કોન્ટક્ટ્સ, મેસેજ, અને અન્ય ડેટા ડિલીટ થઇ જતો હતો, પરંતુ સ્માર્ટફોનના આગમન સાથે નવી નવી એપ્લિકેશનો લોંચ થવા લાગી છે, અને એક વખત તમારા ફોનમાંથી ડેટા ડિલીટ થઇ જાશે તો પણ તમારે મુંજાવાની જરૂર નથી, એપ વડે તેને રીકવર કરી શકાશે. પરંતુ ક્યારેક ફોન હેંગ થવાની, અકસ્માતે પડી જવાની સ્થિતિમાં ડેટા ડિલીટ થઇ જાય છે.

કોન્ટેક્ટ્સ, મેસેજ, કોલ લોગ, વોટ્સએપ, ગેલેરી, ડોક્યુમેન્ટ્સ (ઝીપ, ડોક્યુમેન્ટ, પીડીએફનો સમાવેશ થાય છે), તે એક વખત ડિલીટ થઇ ગયા બાદ પણ રીકવર થઇ શકે છે. જો કે સ્માર્ટફોનના ડેટા રીકવર કરવા માટે વપરાશકારે મોબાઇલને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવો પડે છે. અને ફ્રી રીકવરી મેનેજર એપ તેમાં ડાઉનલોડ કરી, યુએસબી વડે મોબાઇલ જોડી અને તેમાં જે ડિલીટ થયેલી ફઇલ બતાવે તે પસંદ કરી અને પ્રથમ કોમ્પ્યુટરમાં સેવ કરી અને બાદમાં મોબાઇલમાં ફેરવી શકાય છે.

રિકવરી મેનેજર કેવી રીતે કામ કરે છે ?

સ્માર્ટફોનમાંઉડી ગયેલો ડેટા પરત મેળવવા માટે મોબાઇલ ધારકે સૌ પ્રથમ એક કોમ્પ્યુટરની સહાયતા લેવી પડશે. પ્રથમ તમે તમારા કોમ્પ્યુટરનુે ઓન કરો, અને તેમાં ઓનલાઇન ફ્રીમાં મળી રહેલા સોફ્ટવેર એન્ડ્રોઇડ રીકવરી મેનેજર સોફ્ટવેરને ડાઉનલોડ કરો. જેમાં તમને અનેક રીકવરી મેનેજરના ઓપ્શન મળશે. તમારે બાબતની ખ્યાલ રાખવાનો છે કે તમારા મોબાઇલને કઇ એપ સપોર્ટ કરશે, જેની માહિતી પણ તમને ઓનલાઇન મળશે.

ક્યોડેટા પરત જોઇએ છે, તે સિલેક્ટ કરો

મોબાઇલફોનને યુએસબી વડે કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો હોય તેને શરૂ કરો. બાદમાં યોનમાંથી યુએસબી ડીબગિંગ ઓપ્શન ઓન કરો. ઓપ્શન ફોનના સેટિંગ મેનૂમાં ડેવલોપર ઓપ્શનમાં મળશે. તેઓન જતા તમારો ફોન કોમ્પ્યુટર સાથે કનેક્ટ થઇ જશે. અને તમારી ડીલીટ થઇ ગયેલી ફાઇલ બતાવશે, જે જોઇતી હોય તેના પર ક્લીક કરી નેક્સ્ટ કલીક કરો, સ્કેન પૂર્ણ થયા બાદ જ્યાં સેવ કરવું હોય ત્યંા કરી શકો છો. કોમ્પ્યુટરમાં સેવ થયેલા ડેટા બાદમાં મોબાઇલમાં શીફ્ટ કરી શકાય છે.

રિકવરી મેનેજર ઇન્સ્ટોલ કરવાથી ગાયબ થઇ ગયેલા ડેટાને મેળવી શકાશે, મોબાઇલ ધારકોને થશે રાહત

ટેકનોલોજી| કોન્ટેક્ટ્સ, મેસેજ, ફાઇલો પરત આવી શકશે

અન્ય સમાચારો પણ છે...